Gujarat

એસપી સહિત પોલીસ પરિવાર ધૂળેટીના રંગે રંગાયો, ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ વૃદ્ધાશ્રમ અને અનાથ બાળકો સાથે ઉજવણી કરી

જામનગરમાં ધુળેટી પર્વના રંગ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. જેમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે એસ.પી પ્રેમસુખ ડેલું દ્વારા પોલીસના ઉચ્ચ અધિકારી સહિત પોલીસ પરિવાર માટે ધુળેટી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું દ્વારા પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ સાથે ધુળેટી રમી હતી અને રંગોમાં રંગાઈ ગયા હતા અને ખાસ તો ઓરકેસ્ટ્રા અને ડીજેના ડાન્સ સાથે નાચતા વાગતા રંગોના પર્વની એકબીજા પર રંગો ઉડાડી તેમજ રાસ ગરબા રમીને ધુળેટી પડવાની રંગ ઉત્સવમાં સૌ રંગાઈ ગયા હતા અને ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી.

બીજી તરફ ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા વૃદ્ધા આશ્રમ અને અનાથ બાળકો સાથે ધુળેટી પડવાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને બાળકો સાથે રંગોથી રંગાયા હતા અને બાળકોએ પણ મન ભરીને ધારાસભ્ય દિવ્યેશ અકબરી સહિત આગેવાનો ઉપર કલર ઉડાડ્યો હતો અને ધુળેટી પર્વના રંગ ઉત્સવની ભવ્ય રીતે ઉજવણી કરી હતી.

જ્યારે શહેરમાં પણ બાળકો, પરિવાર અને મિત્રો સાથે શહેરમાં મુખ્ય માર્ગો પર ધુળેટી પર્વની એકબીજા પર રંગ છાંટીને ઉજવણી કરી હતી.બીજી તરફ શહેરમાં અનેક જગ્યાએ ધુળેટી પર્વની ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં અનેક રિસોટ અને હોટલોમાં પણ ધુળેટી પર્વની ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

સેવન સીઝન રિસોર્ટમાં ધુળેટી પર્વની ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના યુવા વર્ગ રંગ ઉત્સવની ડીજે ના તાલ અને રેન ડાન્સ મોજ માણી ને ધુળેટીના પર્વ ને ધામધૂમ પૂર્વ શેહરીજનોએ ઉજવણી કરી હતી.

જ્યારે પાર્ટી પ્લોટો તેમજ રિસોર્ટમાં પણ ધુળેટી પર્વની ખાસ ઉજવણી કરવામાં આવી હતી. તેમાં ડીજે ના ગીતો તેમજ રેડ ડાન્સ સહિત શેરીજનો રંગો ઉત્સવમાં ઉજવણી કરી હતી અને મોટી સંખ્યામાં વર્ગ પર ડીજેના તાલ સાથે ધુળેટી પર્વની ધામધૂમ થી ઉજવણી કરી હતી.

જામનગર શહેરમાં નર્સિંગ પરિવાર દ્વારા જીજી સરકારી હોસ્પિટલ જામનગર દ્વારા નર્સિંગ કેમ્પસમાં ધૂળેટી પર્વની ઉજવણી ઉજવવામાં આવી હતી. જેમાં ડીજેના તાલ સાથે ઉઠ્યા હતા અને રંગો ઉત્સવ ધુળેટી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

બીજી તરફ આયુર્વેદમાં યુનિવર્સિટી હોસ્ટેલમાં વિદેશીઓ પણ ધુળેટી પડવાના રંગોમાં રંગાયા હતા અને રંગ ઉત્સવ ના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણીમાં જુમી ઉઠ્યા હતા. જ્યારે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ધૂળેટી પર્વની એકબીજા પર રંગ ઉડાડી ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.