ઉનાના તાલુકાના કેસરિયા ગામમાં રહેતો વિવેકભાઈ રામભાઇ સોલંકી ઉ. વ.27 યુવાન ઉનાના રામનગર ખારામાં ગત રાત્રિના આ સમયે હોળીની પ્રદિક્ષણા દરમ્યાન અચાનક ચક્કર આવી જતા નીચે ઢળી પડ્યા હતા. અને અચાનક જ બેભાન હાલતમાં તાત્કાલિકા વાહનમાં લોકોએ હોસ્પિટલે સારવાર અર્થે લઈ દોડી ગયા હતા. પરંતું યુવાનને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. જેની જાણ તેમનાં પરિવારજનોને થતા શોક પ્રસરી ગયો હતો. અને તેના પરિવારજનો સહીતના લોકો હોસ્પિટલે દોડી ગયા હતા. મૃતક યુવાનને ઉના સરકારી હોસ્પિટલમાં પીએમ કરવામાં આવ્યું હતું. ઉના સરકારી હોસ્પિટલ ડોક્ટર મિશ્રા એ જણાવ્યું હતું કે આ યુવાનને હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું જણાવેલ હતું.
હોળી પ્રગટાવવામાં આવી હતી. ત્યારે લોકોની બહોળી સંખ્યામાં હોળીની પ્રદિક્ષણા કરતા હતા. ત્યારે બનાવ બનતાં લોકોમાં અરેરાટી વ્યાપી ગયેલ હતી. જાણવા મળતી વિગતો મુજબ મૃતક યુવાનનું એક માસ પહેલાં જ લગ્ન થયા હતા. અને તેના મૃત્યુના સમાચાર મળતાં ભારે રુદન સાથે પરિવાજનોમાં શોક પ્રસરી ગયેલ.

