Gujarat

ખંભાળિયાને વંદે ભારત ટ્રેનનો સ્ટોપેજ આપવા રજૂઆત, કોલવા સરકારી શાળાઓમાં વાર્ષિક ઉત્સવ ઉજવાયો

ખંભાળિયાને વંદે ભારત ટ્રેનનો સ્ટોપેજ આપવા રજૂઆત…

ઓખાથી અમદાવાદ વચ્ચે ચાલી રહેલી ટ્રેન વંદે ભારત ટ્રેનને ખંભાળિયાનો સ્ટોપ ના હોવાથી આ અંગે અહીંના એક અગ્રણી શિક્ષણવિદ તથા મહિલા આગેવાન દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

ઓખા – અમદાવાદ વચ્ચે થોડા સમય પૂર્વે શરૂ કરવામાં આવેલી વંદે ભારત ટ્રેનનું દ્વારકાથી સીધું જામનગર સ્ટોપ છે. ત્યારે ખંભાળિયા શહેર દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક છે અને અહીં દરરોજ મોટી સંખ્યામાં રેલ યાત્રાળુઓની અવર-જવર રહે છે. જો વંદે ભારત ટ્રેનને ખંભાળિયાનો સ્ટોપ આપવામાં આવે તો આ ટ્રેનનો લાભ વધુમાં વધુ રેલ મુસાફરોને મળી રહે. આટલું જ નહીં, રેલવે તંત્રને પણ આવકમાં વધારો થાય.

આ મુદ્દે અહીંના જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા જાણીતા તબીબ ડો. પી.વી. કંડોરીયા (દેવભૂમિ હોસ્પિટલ વારા) તેમજ જિલ્લા ભાજપ મંત્રી માલતી પરબતભાઈ કંડોરીયા દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલને લેખિત પત્ર પાઠવી, ખંભાળિયાને આ ટ્રેનનું સ્ટોપેજ મળે તે માટેની માગ કરી છે. આ પત્રની નકલ સાંસદ પૂનમબેન માડમને પણ મોકલવામાં આવી છે.