સાવરકુંડલા કુટુંબ સલાહ કેન્દ્રમાં જે પરીવારોના ઘરસંસાર તૂટવાની અણીએ હોય ત્યારે આવા પરિવારોને આ કેન્દ્રના સંચાલકો દ્વારા સારી રીતે કાઉન્સેલિંગ કરવામાં આવે છે અને તૂટતા ઘર સંસાર બચાવી લેવામાં આવે છે. અત્યાર સુધીમાં આ કેન્દ્ર દ્વારા ૪૦૦૦ જેટલા કેસોનું સુખદ સમાધાન કરવામાં આવ્યું છે ત્યારે અહીં આ કેન્દ્રની મુલાકાત ડો. મનીષાબેન મુલવાની દ્વારા લેવામાં આવી હતી ત્યારે દક્ષાબેન જોશી સહિત રફીકભાઈ કુરેશી અને તમામ સ્ટાફ અહીં ઉપસ્થિત રહી મનીષાબેનનું સન્માન કરવામાં આવ્યું હતું
