બોલિવૂડમાં દરેક જગ્યાએ સમાચાર ઝડપથી ફેલાઈ રહ્યા છે. બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરીએ ચોરી છુપી રીતે લગ્ન કરી લીધા હોવાની ચર્ચા છે. પ્રાપ્ત માહિતી અનુસાર બંનેના લગ્ન વનપર્થીના શ્રી રંગનાયક સ્વામી મંદિરમાં થયા હતા. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. હવે એવું માનવામાં આવે છે કે બંનેએ એકબીજાને હંમેશ માટે જીવનસાથી બનાવી લીધા છે.
એવા પણ અહેવાલ હતા કે અદિતિ રાવ અને સિદ્ધાર્થ લાંબા સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. તેમના પ્રેમની શરૂઆત ફિલ્મના સેટ પર થઈ હતી. રિપોર્ટ્સનું માનીએ તો, અદિતિ અને સિદ્ધાર્થે તેમના લગ્નની તમામ વિધિઓ પરંપરાગત રીત-રિવાજાે સાથે કરી છે. આ લગ્ન માટે તમિલનાડુના પૂજારીઓને ખાસ બોલાવવામાં આવ્યા હતા, અભિનેત્રી અદિતિનું મંદિર સાથે ખાસ જાેડાણ છે જ્યાં બંનેએ લગ્ન કર્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સિદ્ધાર્થ અને અદિતિના લગ્ન અત્યંત સાદગી સાથે થયા હતા. તેમના લગ્નમાં તેમના પરિવારના સભ્યો સાથે માત્ર ખાસ સંબંધીઓ જ હાજર હતા. જાે કે અત્યાર સુધી આ કપલ દ્વારા લગ્નને લઈને કોઈ પણ પ્રકારનો ફોટો કે જાહેરાત કરવામાં આવી નથી. તેથી ફેન્સ હજી પણ સિદ્ધાર્થ અને અદિતિના લગ્નની તસવીર જાહેર થવાની રાહ જાેઈ રહ્યા છે. જેથી તે આ સમાચાર પર સંપૂર્ણ વિશ્વાસ કરી શકે.
સિદ્ધાર્થ અને અદિતિ ઘણીવાર સાથે જાેવા મળતા હતા. બંને એકબીજા સાથે પોતાની સુંદર તસવીરો પણ શેર કરે છે. જાેકે સિદ્ધાર્થ અને અદિતિએ ક્યારેય પોતાના સંબંધો વિશે ખુલીને વાત નથી કરી. આવી સ્થિતિમાં જાે તેમના લગ્નના સમાચાર સાચા સાબિત થશે તો ફેન્સ ખુશીથી ઉછળી પડશે. તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ અને અદિતિએ ફિલ્મ મહા સમુદ્રમમાં સાથે કામ કર્યું છે.