ગૌતમ અદાણીનો પોર્ટ બિઝનેસ મોટો થઈ ગયો છે. અદાણી પોર્ટમાં વધુ એક નવું નામ ઉમેરાયું છે. ગૌતમ અદાણીની કંપનીએ ઓડિશાનું ગોપાલપુર પોર્ટ ખરીદ્યું છે. અદાણી પોર્ટે શાપૂરજી પલોનજી ગ્રૂપ પાસેથી ગોપાલપુર પોર્ટ રૂ. ૩૩૫૦ કરોડમાં ખરીદ્યું છે. એસપી ગ્રૂપે ગોપાલપુર પોર્ટને અદાણી પોર્ટ્સ અને જીઈઢ લિમિટેડને રૂ. ૩,૩૫૦ કરોડમાં વેચવાની જાહેરાત કરી હતી.૨૦૧૭માં, જીઁ ગ્રૂપે ગોપાલપુર પોર્ટ હસ્તગત કર્યું હતું,
હવે કંપનીએ તેને અદાણીને વેચી દીધું છે. ગોપાલપુર પોર્ટ હાલમાં ૨૦ સ્ઁછ હેન્ડલ કરવા સક્ષમ છે. ગ્રીનફીલ્ડ એલએનજી રિગેસિફિકેશન ટર્મિનલ સ્થાપવા બંદરે તાજેતરમાં પેટ્રોનેટ એલએનજી સાથે જાેડાણ કર્યું છે. ગોપાલપુર પોર્ટનું વેચાણ છેલ્લા કેટલાક મહિનામાં જીઁ ગ્રૂપનું બીજું પોર્ટ ડિસઇન્વેસ્ટમેન્ટ છે. આ સોદા અંગે શાપૂરજી પલોનજી ગ્રૂપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગોપાલપુર પોર્ટ અને ધરમતર પોર્ટનું આયોજિત ડિસઇન્વેસ્ટમેન્ટ નોંધપાત્ર એન્ટરપ્રાઇઝ મૂલ્ય પર કરવામાં આવ્યું છે.
ગોપાલપુર પોર્ટ વેચ્યા બાદ હવે જીઁ ગ્રૂપ પાસે માત્ર ગુજરાતનું છારા પોર્ટ બચશે. કંપની દેવું ઘટાડીને તેની બેલેન્સ શીટને મજબૂત કરવા માગે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીએ ૧૧૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ વેચી છે. ઓડિશાનું ગોપાલપુર બંદર વ્યૂહાત્મક રીતે મહત્ત્વનું કહેવાય છે. તે ભારતના પૂર્વ કિનારે આવેલું મહત્વનું બંદર છે. અદાણી ગ્રૂપ પહેલેથી જ પશ્ચિમ કિનારે મજબૂત હાજરી ધરાવે છે.
હવે આ ડીલ બાદ અદાણી પાસે પૂર્વ કિનારે ૬ બંદરો હશે. પૂર્વ કિનારે પહેલાથી જ ૫ બંદરો સાથે અદાણી ગ્રૂપ લગભગ ૨૪૭ મિલિયન ટનની ક્ષમતા ધરાવે છે. જીઁ પોર્ટ્સ મેન્ટેનન્સ, જે ગોપાલપુર પોર્ટમાં ૫૬ ટકા હિસ્સો ધરાવે છે, બાકીની ઓડિશા સ્ટીવેડોર્સની માલિકીની છે, તે રિઝોલ્યુશનની રાહ જાેઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે એસપી ગ્રૂપ તેના દેવાને ઘટાડવા માટે ઘણા પગલાઓ પર વિચાર કરી રહ્યું છે. આ અંતર્ગત કંપનીએ પોર્ટ વેચીને ૩૩૫૦ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. એવી અટકળો છે કે ગ્રૂપ પર લગભગ ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું છે.
કંપની આ દેવું ઘટાડવા માગે છે. અદાણી પોર્ટે ગોપાલપુર પોર્ટ સાથે જાેડાઈને વિસ્તરણ કર્યું છે. કંપની દેશભરમાં બંદરોનું વિશાળ નેટવર્ક ધરાવે છે. અત્યાર સુધી ૧૪ પોર્ટ અદાણી ગ્રૂપ પાસે છે. ઉલ્લેખનીય છે કે ગૌતમ અદાણીના દીકરા કરણ અદાણી આ પોર્ટ બિઝનેસનું નેતૃત્વ કરે છે.

