Gujarat

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ :- અમદાવાદ જિલ્લો

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ લીધી ઇવીએમ સ્ટ્રોંગ રૂમ અને મતદાન મથકની મુલાકાત

મતદાન મથક અને ઇવીએમ સ્ટ્રોંગ રૂમ ખાતે ચૂંટણી પંચની ગાઇડલાઇનનું પાલન થઈ શકે તે સંદર્ભે ચર્ચા કરાઈ

મતદાન મથકની મુલાકાતમાં શહેર પોલીસ કમિશનર શ્રી જી. એસ. મલિક સહભાગી થયા

સબંધિત અધિકારીઓને સાથે રાખી જરૂરી સૂચન કરી માર્ગદર્શન અપાયું

આગામી લોકસભા ચૂંટણી ૨૦૨૪ની તૈયારીઓના ભાગરૂપે અમદાવાદના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. દ્વારા ઇવીએમ સ્ટ્રોંગ રૂમ અને મતદાન મથકની મુલાકાત કરવામાં આવી હતી.મતદાન મથકની મુલાકાતમાં શહેર પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક પણ સહભાગી થયા હતા.

જિલ્લા કલેકટર અને શહેર પોલીસ કમિશનર સહિતના મહાનુભાવોએ અમદાવાદ પૂર્વ લોકસભાના બાપુનગર વિધાનસભાના મતદાન મથક અને ઇવીએમ સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત મ્જીદ્ગન્ ૈંડ્ઢઝ્ર ડેટા સેન્ટરની પણ મુલાકાત કરવામાં આવી હતી.
મતદાન મથક અને ઇવીએમ સ્ટ્રોંગ રૂમ ખાતે કોઈ ખલેલ ન પહોંચે અને ગોપનીયતા જળવાઈ રહે તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચ તરફથી આપવામાં આવેલ સૂચનાઓની ચુસ્ત અમલવારી થઈ શકે તે અન્વયે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.

આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાને લઈને પણ જરૂરી સૂચનો આપવામાં આવ્યાં હતાં. સાથે સાથે મતદાનના દિવસે મતદાન મથક પર તમામ વ્યવસ્થાઓ સુનિશ્રિત કરી શકાય તે બાબતે પણ વિચાર-વિમર્શ કરાયો હતો.

જિલ્લા કલેકટરશ્રી તથા શહેર પોલીસ કમિશનરશ્રી દ્વારા ઉપસ્થિત સૌ અધિકારીશ્રીઓને તમામ બાબતોમાં જરૂરી સૂચન કરી યોગ્ય માર્ગદર્શન અપાયું હતું.

આ મુલાકાત પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, જાેઇન્ટ પોલીસ કમિશનર સેકટર ૨ શ્રી બ્રજેશ કુમાર ઝા, ડીસીપી ઝોન ૫ શ્રી બળદેવ દેસાઈ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠકકર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી નેહા ગુપ્તા તથા સબંધિત વિભાગના અધિકારીઓ અને પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા.