ઉના ગીરગઢડા પંથક નજીક જંગલ વિસ્તારની આસપાસ એક ભેદી ધડાકાનો અવાજ આવતા તાલુકાના અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. જોકે આ ધડાકાનો અવાજ આટલો બધી પ્રચંડ હતો કે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. અને આ ધડાકો ક્યાં થયો તેની હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. આ ભેદી ધડાકો થતા ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારો માંથી એકબીજાના ફોન ધણી ઉઠ્યા હતા. આ ધડાકો થતા લોકોના મોબાઇલ ગ્રુપમાં એવી અફવા ઉડવા લાગી હતી. જે ગીરગઢડાના ધોકડવા નજીક બેડીયા, ખાંભા વચ્ચે જંગલમાં એક પ્લેન ક્રેઝ થયું હોવાની અફવાઓ ફેલાઈ હતી. અને આ અફવાઓ મોબાઈલ ગ્રુપમાં અન્ય રાજ્યમાં ખેતરમા પ્લેન ક્રેશ થયાના ફોટાઓ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા.
જોકે આ ભેદી ધડાકો થતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. અને કહેતા હતા કે આવો ધડાકો આજ સુધી કોઈ દિવસ સાંભળ્યો નથી તેઓ ધડાકો થયો હતો. અને ગભરાઈ જઈ તાત્કાલિક ઘરની બહાર નીકળી લોકો આકાશમાં અને આસપાસ જોવા લાગ્યા હતા. આ બાબતે ઉના મામલતદાર ડી કે ભીમાણીનો ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે ભેદી ધડાકો થયો છે. અમે આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર જેવા કે સનખડા, ગાંગડા, મોઠા, સામતેર સહિતના આજુબાજુના ગામમાંથી જાણવા મળેલ છે કે આકાશમાં વિમાન નીચી સપાટીએ જઈ રહ્યું હતું. ત્યારે આ ભેદી ધડાકાનો અવાજ આવ્યો હતો. જોકે વિમાન ફ્રેશ થયું હોય તેવું કઈ જાણવા મળ્યું નથી.
ગીરગઢડા જંગલ બોર્ડર નજીક આવેલ શાણાવાક્યા ગામની સિમ વાડીમાં એક નાનો ટુકડો પડ્યો હોય તેનો વિડીયો વાયરલ થયેલો હતો. જોકે ભેદી ધડાકાના અવાજથી લોકોમાં ભય ફેલાઈ ગયો હતો.

