છોટાઉદેપુરના પ્રિન્સિપાલ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ ડીપી ગોહિલ સાહેબની બદલી સુરેન્દ્રનગર ખાતે થઈ છે. જ્યારે આજે છોટાઉદેપુર ના કોર્ટ ખાતે તેઓનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ વિદાય સમારોહની અંદર ઉપસ્થિત છોટાઉદેપુર બાર એસોસિએશનના પ્રમુખ, છોટાઉદેપુર જિલ્લાના સરકારી વકીલો, છોટાઉદેપુર કોર્ટના અલગ અલગ વકીલો ઉપસ્થિત રહ્યા હતા.
