છોટાઉદેપુરના ચીસાડિયા જિલ્લા પંચાયત આવતા વિવિધ ગામોના કોંગ્રેસના 50 જેટલા કાર્યકર્તાઓ ભાજપના જોડાયા હતા. કટરવાંટ ગામે લોકસભાના ઉમેદવાર જશુભાઈ રાઠવાના કાર્યક્રમમાં ભાજપમાં જોડાયા હતા. ચીસાડિયા જિલ્લા પંચાયત આવતા મીઠાલી, ગુનાટા,કોલ,હાંસડા, ટીમલા સહિત વિવિધ ગામોના કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયાં હતા. છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા, છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, લોકસભાના સંયોજક મુકેશભાઈ પટેલ, ભાજપના યુવા નેતા અને બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ રાઠવા,જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, ચીસાડીયા જિલ્લા પંચાયતના સદસ્ય અને જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા.
