Gujarat

જામનગર, લાલપુર, જામજોધપુરમાં જુગારના 6 દરોડા

જામનગર શહેર, લાલપુર અને જામજોધપુરમાં પોલીસે જુગારના દરોડા પાડી 16 શખસોને રૂા. 15 હજારની રોકડ સાથે પકડી પાડી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લાલપુરના રીંઝપર ગામે બાબુ મુરા વશરાની દુકાન સામે આવેલી ગલીમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમી રહેલા અરજણ નાથા વશરા, મુકેશ ભીખાભાઇ ઇન્દરીયા, મેરામણ મુરૂભાઇ વશરા, મુકેશ દાનાભાઇ મઇડા અને ભીખા અરશીભાઇ વશરા નામના પાંચ શખસોને પોલીસે રોકડ રૂા. 10150 સાથે પકડી પાડી ગુનો દાખલ કર્યો છે.

બીજા દરોડામાં લાલપુરના ભણગોર ગામે પાદરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે વર્લીમટકાના આંકડા લખી રહેલો હિતેષ સુભાષભાઇ માણાવદરીયા નામના શખસને પોલીસે વર્લીના સાહિત્ય તથા રોકડ રૂપિયા 600 સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.​​​​​​​

ત્રીજા દરોડામાં જામજોધપુરમાં જીણાવારી ગામ પાસે રોડ પર જાહેરમાં વર્લીમટકાના આંકડા લખતા ધર્મેશ જેશાભાઇ કારેણા નામનાન શખસને પોલીસે વર્લીના સાહિત્ય તથા રોકડ રૂા. 720 સાથે પકડી ગુનો દાખલ કર્યો છે.​​​​​​​

​​​​​​​ચોથા દરોડામાં શહેરના દરબારગઢ સર્કલ રમાકાન્ત હોટલ પાસે ચલણી નાેટ ઉપર એકીબેકીનો જુગાર રમી રહેલા બીરજુ રાજુ ડાભી અને આસીફ ઇશાક દલને પોલીસે રોકડ રૂા. 870 સાથે પકડી પાડયા હતાં.​​​​​​​

પાંચમા દરોડામાં શહેરના અંધાશ્રમ બોમ્બે દવા બજાર કોલોનીમાં જાહેરમાં ચલણી નાેટ પર એકીબેકી રમી રહેલા જીતુભા ઇન્દ્રજીતસિંહ ગોહિલ અને અવીનાશ તુલારામ જમોરીયાને પોલીસે રોકડ રૂા. 2260 સાથે પકડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

છઠ્ઠા દરોડામાં કાલાવડના ટોડા સોસાયટી પાછળ બાવળની ઝાડીઓમાં તીનપતી-રોનપોલીસનો જુગાર રમી રહેલા મંગાભાઇ લાખાભાઇ ચંદ્રપાલ, સોમાભાઇ અમરાભાઇ ચંદ્રપાલ, વાલજીભાઇ મેઘજીભાઇ કાકરીયા, રામજી ચકુભાઇ ચંદ્રપાલ અને અરજણ ભીખાભાઇ કાકરીયાને પોલીસે રોકડ રૂા. 1230 સાથે પકડી પાડી ગુનો દાખલ કર્યાે છે.​​​​​​​ પકડાયેલા તમામ આરાેપીઓ વિરૂધ્ધ જુગારધારા મુજબ ગુનો દાખલ કરી તમામ 16 શખસોની અટક કરવામાં આવી છે.