યુનાઇટેડ નેશન્સ (યુએન)ના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે અફઘાનિસ્તાનનું ભયંકર ચિત્ર રજૂ કર્યું. જ્યાં તાલિબાન શાસનમાં મહિલાઓ અને બાળકોને પૂરતું ભોજન પણ મળતું નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં બાળકો અને મહિલાઓમાં કુપોષણના કેસ વધી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે ૩૦ લાખ બાળકો કુપોષણનો શિકાર બની શકે છે. તે જ સમયે, હાલમાં ૧૨ લાખથી વધુ મહિલાઓ કુપોષણથી પીડિત છે. અફઘાનિસ્તાનમાં કુપોષણના આ વધતા આંકડા ખતરાના નિશાનને પાર કરી રહ્યા છે.
જેના કારણે ઉહ્લઁ ઘણા પગલાં લઈ રહી છે. ઉહ્લઁ સમગ્ર દેશમાં બાળકો માટે ૨,૭૦૦ વિશેષ ક્લિનિક્સ ચલાવી રહી છે. ઉહ્લઁ દેશમાં વધતા કુપોષણને રોકવા માટે સતત પ્રયાસ કરી રહી છે. મોના શેખ અફઘાનિસ્તાનમાં ઉહ્લઁનું નેતૃત્વ કરી રહી છે. મોના શેખ કુપોષિત બાળકોને તેમની સ્થિતિ સુધારવા માટે ક્લિનિક્સમાં મોકલવાનું કામ કરી રહી છે. ખામા પ્રેસના અહેવાલ મુજબ શેખે ચેતવણી આપી હતી કે આ વર્ષે ૩૦ લાખ બાળકો કુપોષણથી પ્રભાવિત થઈ શકે છે.
કુપોષણના આ વધતા આંકડાઓ પર ઉહ્લઁ કહે છે કે ગયા વર્ષે દેશભરમાં લગભગ ૮૦ હજાર ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ કુપોષણથી પીડિત હતી. આ જ રિપોર્ટમાં ચોંકાવનારી વાત એ છે કે આ આંકડો વધીને લગભગ ૨૦ લાખ થઈ ગયો છે. ઉહ્લઁએ જણાવ્યું હતું કે આ વર્ષે સંખ્યામાં વધુ વધારો થવાના સંકેતો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઉહ્લઁ આ સમસ્યા સાથે સંઘર્ષ કરી રહેલા લગભગ ૬૦ લાખ લોકોને મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે દેશમાં સહાયતા વધારવાનો સતત પ્રયાસ કરી રહ્યું છે.
રિપોર્ટમાં મોના શેખે દેશમાં વધી રહેલા કુપોષણનું કારણ સમજાવ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે કુપોષણના આંકડામાં વધારો થવાનું કારણ પરિવારો સામે આવતી આર્થિક કટોકટી છે, જેના કારણે તેઓને પૂરતું ખાવા-પીવાનું નથી મળતું. . ખામા પ્રેસના અહેવાલ મુજબ, માનવતાવાદી બાબતોના કાર્યાલય (ર્ંઝ્રૐછ) એ અફઘાનિસ્તાનની ગંભીર સ્થિતિને બધાની સામે રાખીને સંકેત આપ્યો કે આ વર્ષે અફઘાનિસ્તાનમાં ૨૩ મિલિયનથી વધુ લોકોને તાત્કાલિક માનવતાવાદી સહાયની જરૂર છે.