આણંદમાં કાૅંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ જ્ઞાતિવાદનો મુદ્દો છંછેડ્યો
ગુજરાતના રાજકારણમાં હવે શ્રીરામની એન્ટ્રી થઈ છે. આણંદમાં કાૅંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ જ્ઞાતિવાદનો મુદ્દો છંછેડ્યો છે. તેમણે જાહેર મંચ પરથી ક્ષત્રિય વાદનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે, ભગવાન રામ પણ ક્ષત્રિય કુળનાં હતા અને અમિત ચાવડા પણ ક્ષત્રિય કુળનાં છે. ગુજરાતમાં ક્ષત્રિય સમાજનો મુદ્દો તૂલ પકડી રહ્યો છે.
ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના નિવેદન પર જ્યાં ક્ષત્રિય સમાજની નારાજગી સામે આવી રહી છે, ત્યાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ રાજકીય તીર છોડ્યું છે. ચાવડાએ ખુદને ક્ષત્રિય ગણાવ્યા છે. ગુજરાતમાં ભાજપના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા રાજપૂતોથી ઘેરાયેલા છે. ત્યાં બીજી તરફ અમિત ચાવડાએ ચૂંટણીમાં ક્ષત્રિય કાર્ડ ખેલ્યું છે. આણંદથી લોકસભા ચૂંટણી લડી રહેલા અમિત ચાવડાએ કહ્યું કે, ભગવાન રામનો પહેલો આશીર્વાદ તેમને મળશે. કારણ તેઓ ક્ષત્રિય કુળના છે.
અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. વિધાનસભામાં પાર્ટીના ધારાસભ્ય દળના નેતા પણ છે. આણંદની સીટ પર અમિત ચાવડા કોંગ્રેસના ઉમેદવાર છે. તો તેમનો મુકાલબો ભાજપના સાંસદ મિતેશ પટેલ સાથે છે. પાર્ટીએ પાટીદાર સમુદાયમાંથી આવનારા મિતેશ પટેલને રિપીટ કર્યા છએ. તો કોંગ્રેસે આણંદની સીટ પર કબજાે જમાવવા માટે અમિત ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. અમિત ચાવડાએ એક કાર્યક્રમમાં કહ્યુ હતું કે, ભગવાન શ્રીરામ ક્ષત્રિય કુળના હતા. અમિત ચાવડા પણ ક્ષત્રિય કુળના છે.
આવામાં ભગવાન રામનો પહેલો આર્શીવાદ તેમને મળશે. ૪૭ વર્ષના અમિત ચાવડા આણંદના આંકલાવ જિલ્લાના રહેવાસી છે. ૨૦૨૨ ગુજરાત વિધાનસભામાં જીતેલા અમિત ચાવડા કોઈ પણ ચૂંટણી હારંયા નથી. તેઓ ૨૦૦૪ માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. તેના બાદ સતત પાંચવાર ધારાસભ્ય બનીને જીતે છે.