Gujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ લોખંડના ભુંગડા તથા સાફટીંગ સાથે પાંચ ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડી ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

આર.વી.ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ……જે અન્વયે શ્રી વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ છે એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો સાથે ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન × અંગત બાતમીદાર થકી હકિકત મળેલ કે આજથી આશરે પાંચેક દિવસ પહેલા છોટાઉદેપુર (વસેડી) વિસ્તારમાં આવેલ ડોલો માઇટની ફેકટરીમાંથી લોખંડના ભુગળા,સાપટીંગ વિગેરેની ચોરી કરેલ જે મુદામાલના નાના-નાના ટુકડાકરી એક સફેસ કલરની નંબર વગરનો ટાટા ટેમ્પો ૪૦૭ માં ભરીને પાંચ ઇસમો છોટાઉદેપુર થી દેવગઢ બારીયા બાજુ જનાર છે જે હકીકત  આધારે અલસીપુર ફાટક ત્રણ રસ્તા ઉપર વોચમાં હાજર હતા તે દરમિયાન બાતમી હકિકતમાં જણાવ્યા મુજબની નંબર વગરનો ટાટા ટેમ્પો ૪૦૪ ગાડી ઝોઝ ગામ તરફથી આવતા તેને ઉભી રાખી કોર્ડન કરી પકડી પાડેલ જેમા ડ્રાઇવર શીટ ઉપર એક તથા ડ્રાઇવર સાથે બીજા અન્ય ચાર મળી  કુલ પાંચ ઇસમો મળી આવેલ સદરી ટાટા ટેમ્પોમાં પાછળના ભાગે લીલા કલરની તાડપત્રી હટાવી જોતા મળી આવેલ જે મળી આવેલ સદરી ટાટા ટેમ્પોમાં પાછળના ભાગે લીલા કલરની તાડપત્રી હટાવી જોતા ટેમ્પામાં લોખંડનો શરશામાન ભરેલો મળી આવેલ જે મળી આવેલ લોખંડ બાબતે પકડાયેલ ઇસમો પાસે આધાર પુરાવા તથા સદર મુદામાલ બાબતે બીલો માગતા મળી અવેલ નહી સદર ઇસમોએ લોખંડના છ ભુગળા, સાપટીંગ છોટાઉદેપુર (વસેડી) વિસ્તારમાં આવેલ ડોલો માઇટની ફેકટરીમાંથી ચોરી કરીને લાવેલા હોવાનું જણાવેલ જેથી પકડાયેલ ઇસમોને સી.આર.પી.સી. ૪૧(૧)ડી મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે ઝોઝ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.