શિખર ધવનની આગેવાની વાળી પંજાબ કિંગ્સે ગુરુવારના રોજ ગુજરાત ટાઈટન્સને આઈપીએલ ૨૦૨૪ની ૧૭મી મેચમાં હાર આપી સીઝનની બીજી જીત મેળવી લીધી છે. આ સાથે પંજાબની ટીમ આઈપીએલમાં મોટી છલાંગ લગાવવામાં સફળ રહી છે.
આ સાથે પોઈન્ટ ટેબલમાં ૫માં સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે હાર બાદ શુભમન ગિલની ટીમ ગુજરાત ટાઈટન્સને નુકસાન થયું છે. ગુજરાતની આ સીઝનમાં બીજી હાર છે ટીમ છઠ્ઠા સ્થાને પહોંચી છે. આઈપીએલ ૨૦૨૪ પોઈન્ટ ટેબલમાં ટોપ-૪માં કોલકત્તા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટસ છે.આપણે વાત કરીએ પંજાબ કિંગ્સની તો ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ મેચ પહેલા તે ૭માં સ્થાને હતી,પરંતુ ગુજરાતને ૩ વિકેટે હાર આપતા જ પંજાબની ટીમને ફાયદો થયો છે.
પરંતુ નેટ રન રેટ ખરાબ હોવાના કારણે ટીમ ટોપ-૪માં સ્થાન બનાવી લીધું છે. ટોપ-૪માં ગત્ત ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટસના ૪-૪ અંક છે.નેટ રન રેટ સારો હોવાને કારણે બંન્ને ટીમ પંજાબથી ઉપર છે. ગુજરાત ટાઈટન્સને આ હાર બાદ નુકસાન થયું છે. ટીમ ૫માં સ્થાનથી સીધી ૬ઠ્ઠા સ્થાને પહોંચી છે.
ગુજરાતની આ ચોથી મેચમાં બીજી અને ઘર આંગણે પહેલી હાર છે. આઈપીએલ ૨૦૨૪માં ગત્ત સીઝનની જેમ ૭૪ મેચ રમાશે. આઈપીએલ ૨૦૨૪માં જીતનારી ટીમને ૨ અંક આપવામાં આવ્યા છે. જ્યારે હારનારી ટીમને કોઈ અંક મળ્યા નથી. ડ્રો કે પછી રિઝલ્ટ ન આવે તો આવી સ્થિતિમાં બંન્નેને ૧-૧ અંક આપવામાં આવે છે.
લીગ સ્ટેજની છેલ્લી મેચ ૧૯ મેના રોજ થશે. આઈપીએલ ૨૦૨૪ના પ્લેઓફ મેચ ૨૧ મેના રોજ શરુ થશે અને ૨૬ મેના રોજ આઈપીએલની ફાઈનલ રમાશે. ૨૧ મેના રોજ ક્વોલિફાયર મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ૨૨મેના રોજ એલિમિનેટર મેચ પણ અહિ જ રમાશે. ૨૪ મેના રોજ બીજી આઈપીએલ ક્વોલિફાયર મેચ ચેન્નાઈમાં રમાશે. ૨૬મેના રોજ ચેપોકમાં ફાઈનલ મેચ રમાશે. આઈપીએલ ૨૦૨૪ની ચેમ્પિયન ટીમ મળશે.

