Gujarat

રાજપૂત સમાજ છોટાઉદેપુર દ્વારા રાજકોટના સાંસદના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિરોધ કરેલ અભદ્ર ટિપ્પણી સંદર્ભે તેઓને વખોડી કાઢી અને તેઓના વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી સાથે છોટાઉદેપુરમાં જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું

છોટાઉદેપુરમાં રાજપૂત સમાજ દ્વારા રાજકોટના સાંસદના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિરોધ કરેલ અભદ્ર ટીપ્પણી સંદર્ભે અને તેઓના નિવેદનને વખોડી કાઢી તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી સાથે છોટાઉદેપુરના જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ અંગે રાજપૂત સમાજના આગેવાનોએ જણાવ્યું હતું. પરસોતમ રૂપાલાની માનસિકતાને  લઈને તેઓ સાંસદમાં જશે તો આખા દેશમાં તેઓની માનસિકતા બતાવશે. આવી રીતે વાનીવિલાસ કરીને એક સમાજને નીચું પાડશે. જેથી તેઓની ઉમેદવારી રદ કરી કાયમ માટે પક્ષમાંથી દૂર કરે તેવી તેઓએ માંગણી કરી હતી.