રણબીર કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘રામાયણ’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. હાલમાં જ રણબીર કપૂરની ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે, જેમાં ફિલ્મના સેટનો સીન જાેવા મળ્યો હતો. ‘બવાલ’ અને ‘દંગલ’ જેવી સુપરહિટ ફિલ્મોના પ્રખ્યાત નિર્દેશક નિતેશ તિવારી આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે, જેમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં જાેવા મળશે.
રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા નિભાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યો છે. ત્યારે એનિમલ બાદ હવે રામ બનવા માટે રણવીર કપૂરને સખત મહેનત લાગી રહી છે.જેનો વર્કઆઉટ વીડિયો સામે આવ્યો છે જેમાં તેનુ ટ્રાન્સફોર્મેશન દેખાઈ રહ્યું છે. હાલમાં જ રણબીર કપૂરનો એક વીડિયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રણબીર કપૂર ખૂબ જ સખત ટ્રેનિંગ કરતો જાેવા મળી રહ્યો છે.
રણબીર અહીં જાેગિંગ, કોર એક્સરસાઇઝ, સ્વિમિંગ, કાર્ટવ્હીલ અને સાયકલ ચલાવતો જાેવા મળે છે. રણબીરનો આ વીડિયો તેના ટ્રેનરે શેર કર્યો છે અને તેણે જણાવ્યું છે કે તે આ ટ્રેનિંગ માટે રણબીર સાથે ગ્રામીણ વિસ્તારમાં ગયો હતો. રણબીરના આ વીડિયોમાં લોકોની નજર દૂર મેદાનમાં રમી રહેલા રાહા પર ટકેલી હતી. જાે તમે પણ આ વીડિયોને ધ્યાનથી જાેશો તો રાહા સફેદ ફ્રોકમાં તેની આયા સાથે રમતી જાેવા મળશે. હાઈક દરમિયાન આ વીડિયોમાં માત્ર રાહા જ નહીં પરંતુ આલિયા પણ તે વીડિયોમાં જાેવા મળી રહી છે.
તમને જણાવી દઈએ કે હાલમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો જાેવા મળી હતી અને કહેવામાં આવી રહ્યું હતું કે આ ‘રામાયણ’ના સેટની છે. આ ફિલ્મમાં અરુણ ગોવિલ પણ જાેવા મળશે. રણબીર કપૂરના વખાણ કરતાં તેમણે કહ્યું કે જ્યાં સુધી રણબીરની વાત છે તો તે એક સારો અભિનેતા છે અને તે એવોર્ડ વિજેતા અભિનેતા છે.
રણબીરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટર છેલ્લે ‘એનિમલ’માં જાેવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેનું પાત્ર એકદમ સ્ફોટક છે. રશ્મિકા મંદન્ના અને તૃપ્તિ ડિમરી સાથે અભિનેતાની રોમેન્ટિક કેમિસ્ટ્રી જાેવા મળી હતી. હવે અભિનેતા ‘રામાયણ’માં રામની ભૂમિકા ભજવશે અને તે તેની તૈયારીમાં વ્યસ્ત છે.