Gujarat

જામનગર લોકસભા બેઠક પર પ્રથમ દિવસે 57 ફોર્મ ઉપડ્યા, એકપણ ભરાયું નહીં

જામનગર સહિત રાજ્યમાં આજથી લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે, અને ઉમેદવારી પત્ર ભરવાનું આજથી શરૂ કરાયું છે, ત્યારે જામનગર લોકસભાની બેઠક માટે આજે પ્રથમ દિવસે એકીસાથે 57 ફોર્મ ઉપડ્યા હતા.જોકે આજે પ્રથમ દિવસે એક પણ ઉમેદવારે પોતાની ઉમેદવારી કરી નથી, માત્ર 57 ફોર્મ ઇસ્યુ થયા છે.

જામનગર લોકસભાની બેઠક માટે ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ સતત ત્રીજી વખત ચૂંટણી જંગમાં છે, અને તેઓ આગામી 18મી તારીખે પોતાની ઉમેદવારી નોંધાવશે. જામનગરના ઓસવાળ સેન્ટરમાંથી વિશાળ કાર્યકર્તાઓ સાથે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચશે, અને ત્યાં પોતાના પાંચ પ્રતિનિધિઓની હાજરીમાં બપોરે 12.39 ના શુભ મુહૂર્ત પર પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરશે, તેવી આજે બુથ લેવલના કાર્યકર્તા સંમેલનમાં જાહેરાત થઈ હતી.