દેશી વિદેશી દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જેતપુરના વાળા ડુંગરા ગામના બુટલેગરને વીરપુર પોલીસે ઝડપી લઈને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ લોકસભાની ચૂંટણી સમયે કાયદો અને વ્યવસ્થા સ્થિતિ જાણવા માટે ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લુખ્ખા તત્વો સામે જિલ્લા કલેકટર પાસાનું શાસ્ત્ર ઉગામ્યું છે ત્યારે વીરપુર વિસ્તારમાં દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જેતપુરના વાળા ડુંગરા ગામના રામજી ઉર્ફ રામકુ બાવનજીભાઈ મકવાણા સામે જિલ્લા કલેકટર દ્વારા પાસા વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યા હતા.જેથી વીરપુર પોલીસ દ્વારા આરોપીને ઝડપી લઈ પાસા વોરંટની બજવણી કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે.