27 તારીખના શનિવારે જામકંડોરણા મુકામે ભારત સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહની પોરબંદર સંસદીય મત વિસ્તાર લોકસભાના ભાજપના ઉમેદવાર શ્રી મનસુખભાઈ માંડવીયાની વિજય સંકલ્પ સભા યોજાઈ હતી ત્યારબાદ જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ના નિવાસ્થાને ભાજપના અગ્રણીઓ તથા અન્ય આગેવાન સાથે અમિતભાઈ શાહની મુલાકાત થઈ હતી જેમાં જેતપુરના ડાંઇગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જયંતીભાઈ રામોલિયા તથા સુરેશભાઈ સખરેલિયા એ શુભેચ્છા મુલાકાત શ્રી અમિતભાઈ શાહની લીધી હતી અને જેતપુરના સાડી ઉદ્યોગના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી શ્રીઅમિતભાઈ શાહ સાહેબે જયંતીભાઈ રામોલિયા સાથે આ બાબતે ચર્ચા વિચારણા કરી હતી અને યોગ્ય કરવા ખાતરી આપી હતી