ત્રણ મૃતકોમાં એક નાના બાળકનો પણ સમાવેશ થાય છે
સુરતમાં થી એ ખુબજ ચોંકાવનારી ઘટના સામે આવી હતી જેમાં, ભરૂચથી સુરત મૈયતમાં આવેલા પરિવારના ત્રણ સભ્યોની સુરતના જહાંગીરપુરા બાયપાસ રોડ પર કેનાલમાંથી લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો, ત્રણ મૃતકોમાં એક નાના બાળકનો સમાવેશ થાય છે.
પત્રી અને બાળક સાથે સામુહિક આપઘાત કરનાર મોહસીન ભરૂચમાં ખાનગી કંપનીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો. ઉલ્લેખનીય છે કે પરિવારના સામૂહિક આપઘાત કેસમાં જહાંગીરપુરા પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. હાલ તો પોલીસે ભરૂચમાં વસવાટ કરતા તેના પરિવારને સુરત બોલાવી તેઓનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લામાં વસવાટ કરતો મુસ્લિમ પરિવાર સુરત શહેરના કોસાડ આવાસ વિસ્તારમાં તેમના કાકાજીની મૈયતમાં હાજરી આપવા માટે ગયો હતો. જો કે ત્યાંથી હાજરી આપી પરત ફરનાર પતિ-પત્નીએ તેમના અઢી વર્ષના પુત્રની સુરતના જહાંગીરપુરા બાયપાસ રોડ પર કેનાલમાંથી લાશ મળી આવી છે. પ્રાથમિક અનુમાન અનુસાર પરિવારે નહેરના પાણીમાં પડતું મૂકી સામુહિક આપઘાત કરી લઈ જીવન ટૂંકાવ્યું હશે.
આ બનાવની જાણ થતા ની સાથે જ ફાયર વિભાગ દ્વારા વરિયાવ બાયપાસ રોડ પરથી કેનાલમાંથી મહિલા અને બાળકની લાશને બહાર કાઢવામાં આવી હતી જ્યારે ઓલપાડ તાલુકામાં કેનાલમાંથી પતિની લાશ મળી આવી હતી. જહાંગીરપુરા પોલીસે બંને લાશનો કબજો લઈ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

