દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુદર્શન સેતુ ખાતે મતદાન જાગૃતિ અર્થે દ્વારકાના મામલતદાર સહિતની ઉપસ્થિતિમાં બાઈક રેલી યોજાઈ હતી. જેમાં મતદાન જાગૃતિ સાથે સાથે બાઈક ચાલકોએ હેલ્મેટ પહેરીને માર્ગ સલામતીનો સંદેશો પણ પાઠવ્યો હતો.
ઉપરાંત મતદાનના અનેક સૂત્રો સાથે બાઇક ચલાવીને મતદાન જાગૃતિ અભિયાનમાં સહભાગી બની અને 100% મતદાન કરશું અને મહત્તમ મતદાન કરવા માટે અન્ય નાગરિકોને પણ પ્રેરિત કરવાના સંકલ્પ લીધા હતા. બાઈક રેલીમાં દ્વારકા તાલુકા વિકાસ અધિકારી, દ્વારકા મામલતદાર, ઓખા નગર પાલિકાના ચીફ ઓફિસર સહિત બહોળી સંખ્યામાં શિક્ષકો, કર્મચારીઓ જોડાયા હતા.

