ઉનાના માણેકપુર તેમજ પાલડી ગામના શખ્સોએ તલવાર, છરી જેવા હથિયાર સાથે વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં મુકનારાઓને જીલ્લા એસ.ઓ.જી.ટીમે તલવાર સાથે પકડી પાડ્યા.

ઉનાના માણેકપુર ગામના શખ્સે તલવાર સાથે વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં મુકયો હતો. જે જીલ્લા એસ.ઓ.જી. ટીમે સોશ્યલ મીડિયામાં વોચ રાખી અલગ અલગ બે શખ્સોને તલવાર તેમજ છરી સાથે જીલ્લા એસ.ઓ.જી. પોલીસે એ બે શખ્સને પકડી પાડી તેના વિરૂદ્ધ નવાબંદર મરીન પોલીસમાં ગૂન્હો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉનાના માણેકપુર ગામે રહેતો સુકર લખમણ રાઠોડ નામનો શખ્સે સોશ્યલ મિડીયા ઉપર તલવાર સાથે વિડીયો રિલ્સ મુકી લોકોમાં ભય ફેલાવી ગેરકાયદેસર પ્રવૃતિ કરનાર શખ્સ પર પોલીસે સોશ્યલ મીડિયામા વોચ રાખી આ શખ્સને બીડ પ્લાસ્ટિક હાથા વાડી સ્ટીલની તલવાર સાથે એક શખ્સને તેમજ પાલડી ગામનો હરપાલ ચતુર વાઘેલા લાકડાના હાથાવાળી છરી હથિયાર સાથે સોશ્યલ મિડીયામાં વિડીયો અપલોડ કરેલ હોય જેને પાલડી ગામે ગડીયાપીર પાસેથી હથીયાર સાથે ગીર સોમનાથ જીલ્લા એસ.ઓ.જી. ટીમે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા નાઓ તરફથી લોકસભા ચુંટણી 2024 અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃતિ કરતા શખ્સોને પકડી પાડવા તેમજ સોશ્યલ મિડીયા ઉપર વોચ રાખવા કરેલ સુચના મુજબ, ગીરસોમનાથ એસ.ઓ.જી પીઆઇ જે.એન.ગઢવી, પી એસ આઈ વી.કે.ઝાલા સા.ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના ઇબ્રાહીમશા બાનવા, એચ.બી.ચાવડા, ધર્મેન્દ્રસિહ ગોહીલ સહીત પોલીસ સ્ટાફે નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. એ દરમ્યાન એક શખ્સ હથિયાર સાથે સોશ્યલ મિડીયામાં વિડીયો અપલોડ કરેલ હતો. એ શખ્સને માણેકપુર ગામે બસ સ્ટેશન પાસેથી હથીયાર સાથે પકડી પાડી આરોપી વિરૂધ્ધ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં જી.પી.એ.૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

