Sports

ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે

ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી જાહેરાત કરી છે. એન્ડરસન તેની છેલ્લી ટેસ્ટ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે ૧૦ જુલાઈએ લોડ્‌ર્સમાં રમશે. ૨૦૦૨માં જેમ્સ એન્ડરસને વનડે ક્રિકેટમાંથી ડેબ્યુ કર્યું હતું.

જેમ્સ એન્ડરસને ઇંગ્લેન્ડના ટેસ્ટ કોચ બ્રેન્ડન મેક્કુલમ સાથે વાત કર્યા બાદ નિવૃત્તિનો ર્નિણય લીધો હતો. તેણે પોસ્ટમાં લખ્યું છે કે તેણે ૨૦ વર્ષ દેશનું પ્રતિનિધત્વ કર્યું છે. તે બાળપણથી ક્રિકેટ રમી રહ્યો છે.

હવે ઈંગ્લેન્ડ માટે રમવાનું મિસ કરીશ. આ સમય ટીમને અલવિદા કહી યુવા ખેલાડીઓને સમય આપવો જરૂરી છે. હાલમાં જેમ્સ એન્ડરસન બ્રેક પર છે. તેણે જણાવ્યું કે, વર્કલોડ મેનેજમેન્ટને કારણે તે માત્ર મેના અંત સુધી કોઈપણ કાઉન્ટી મેચ રમી શકશે.