છોટાઉદેપુર પોલીસ સ્ટેશનની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ છોટાઉદેપુરની રાઠવા સોસાયટીમાં રહેતા પ્રેમદત વાસ્વાનંદ ઉનીયાલ હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તા.૦૯/૦૫/૨૦૨૪ ના રોજ રાત્રીના ૧૧-૦૦ કલાક આસપાસ તેઓનો પુત્ર મનિષ પ્રેમદત વાસ્વાનંદ ઉનીયાલ કેશર હોસ્પીટલ સામે આવેલ જય અંબે નાસ્તા હાઉસ હોટલે જઈ આવુ તેમ કહી નીકળી જઈ ઘરે પરત ન આવતા આજુ બાજુ તથા સંગા સંબંધીમાં શોધખોળ કરી હતી, જે બાદ પણ મળી આવેલ ન હોઈ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધવામાં આવી છે.
ગુમ થનાર વ્યક્તિની ઉંમર આશરે ૩૫ વર્ષની છે. ગ્રે કલરની ટી-શર્ટ, આર્મી પેન્ટ અને પગમા બુટ પહેરેલ છે. રંગે ઘઉવર્ણા અને મજબુત બાંધાના છે. આશરે પાંચ ફુટ ઉંચાઈ છે. આ વ્યક્તિ કોઈને મળી આવે તો પ્રેમદત વાસ્વાનંદ ઉનીયાલના મો.નં. ૯૪૦૮૪૯૫૨૩૩, છો.ઉ.પો.સ્ટે.મો.નં. ૭૪૩૩૯૭૫૯૩૫ અને ત.ક.અ.મો.નં. ૭૫૬૭૩૦૫૭૮૦ પર સંપર્ક કરીને જાણ કરવા આ યાદીમાં વધુમાં જણાવાયું છે.