જામખંભાળીયામાં રામનાથ સોસાયટી પાસે ગૌશાળાની સામે કચરાપેટી હતી જે સ્થાનિકોની રજૂઆતો પછી હટાવી લેવાઈ હતી.જો કે,કચરાપેટી હટતા જ લોકો દ્વારા આડેધડ રીતે મોટી સંખ્યામાં થેલી ભરી કચરો ફેંકાતા ગંદકીના ઢગલા થવા માંડ્યા છે.
રામનાથ સોસાયટીની બીજી તરફ શક્તિનગરમાં રહેતા લોકો,દુકાનદારો પણ પોતાની નકામી વસ્તુઓના થેલા ભરી અહીં નાખી જતા દુર્ગધ અને ગંદકીથી વાતાવરણ દૂષિત થાય છે તો અહીં ચોમાસાના પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટર પણ રખાય હોય આ ગંદકી તેના ઉપરના સળિયા પર પડતા પાણીના નિકાલ પણ બંધ થઈ જતા ખરાબ સ્થિતિ થાય તેવું છે.
તાજેતરમાં આ ગંદકી ભેગી થતા અગ્રણી જયસુખભાઈ મોદીની ફરિયાદ પરથી પાલિકા દ્વારા તુરંત જ ગંદકી દૂર કરવામાં આવી હતી. પણ બે કલાકમાં ફરીથી આ ગંદકીના ઢગલા નાખવામાં આવતા પાલિકા તંત્ર માત્ર નોટિસ કે બોર્ડ આપીને ગંદકી અહીંના નાખવી તેમ કહે તેના બદલે દંડાત્મક કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે.