Gujarat

એડીઆરની અરજી પર ૧૭ મેના રોજ સુનાવણી કરશે સુપ્રીમ કોર્ટ

દેશની સર્વોચ અદાલત સુપ્રિમ કોર્ટ એડીઆરની અરજી પર ૧૭ મેના રોજ સુનાવણી કરશે. અરજીમાં ચૂંટણી પંચને લોકસભા ચૂંટણીના દરેક તબક્કા માટે મતદાનના ૪૮ કલાકની અંદર તેની વેબસાઇટ પર વોટિંગ ડેટા અપલોડ કરવાનો નિર્દેશ આપવાની માગ કરવામાં આવી છે.
સર્વોચ્ચ અદાલતમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે જણાવ્યું હતું કે, શુક્રવારે ૧૭ મેનાં રોજ લિસ્ટ કરવામાં આવશે.

અદાલતે ચૂંટણી પંચને આદેશ આપતા કહ્યું કે, તમામ મતદાન કેન્દ્રો પર ફોર્મ ૧૭-સી પાર્ટ-૧ની સ્કેન કરવામાં આવેલી કોપી મતદાન પૂર્ણ થયાના ૪૮ કલાકની અંદર વેબસાઈટ પર મૂકવામાં આવે. વકીલ પ્રશાંત ભૂષણ, એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) તરફથી હાજર થઈને, અરજીને તાત્કાલિક સૂચિબદ્ધ કરવાની માંગ કરી હતી.

ગયા અઠવાડિયે, એનજીઓ એ તેની ૨૦૧૯ પીઆઈએલમાં વચગાળાની અરજી દાખલ કરી હતી. તેણે મતદાન પછી તરત જ તમામ મતદાન મથકો પર “ફોર્મ ૧૭ ઝ્ર ભાગ-૧ (રેકોર્ડેડ વોટ) ની સ્કેન કરેલી સુવાચ્ય નકલો” અપલોડ કરવા માટે ચૂંટણી પંચને નિર્દેશ માંગ્યો હતો.

એનજીઓ એ કહ્યું કે ચૂંટણી પંચને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં દરેક તબક્કાના મતદાન પછી મતોની સંખ્યાનો સંપૂર્ણ ડેટા જાહેર કરવાનો નિર્દેશ આપવો જોઈએ. ચૂંટણીની અનિયમિતતાઓથી લોકતાંત્રિક પ્રક્રિયાને અસર ન થાય તે માટે અરજી દાખલ કરવામાં આવી છે. એડીઆર એ જણાવ્યું હતું કે ચૂંટણી પંચે પ્રથમ તબક્કાના મતદાનના ૧૧ દિવસ પછી અને બીજા તબક્કાના મતદાનના ૪ દિવસ પછી આંકડા જાહેર કર્યા હતા.