પતંજલિની ભ્રામક જાહેરાત કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ચુકાદા અનામત રાખ્યો છે. પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાતના કેસ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ કોર્ટમાં હાજર હતા. જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેન્ચે આજે પતંજલિ આયુર્વેદની ખોટી જાહેરાતના કેસની સુનાવણી કરી.
સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને બાલકૃષ્ણ વિરુદ્ધ કોર્ટની અવમાનના માટે કેસ ચલાવવામાં આવશે કે નહીં તે અંગે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. આ સાથે કોર્ટે આઇએમએ પ્રમુખને પણ સખત ઠપકો આપ્યો અને તેમને પણ માફી માગવા કહ્યું. આ સાથે કોર્ટે યોગ ગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને પતંજલિ સંબંધિત કેસમાં કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર રહેવાથી મુક્તિ આપી છે.
જસ્ટિસ કોહલીએ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષને એફિડેવિટ વિશે પૂછ્યું. સુપ્રીમ કોર્ટે આઇએમએ પ્રમુખ અશોકનને ફટકાર લગાવતા કહ્યું કે તમે આવા શબ્દોનો ઉપયોગ કેમ કર્યો? તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે તમે તે કર્યું જે અન્ય પક્ષે કર્યું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે જાણો છો કે તમે શું કરી રહ્યા છો. તમે આ કેસના પક્ષકાર છો પછી પણ. અમે તમારી એફિડેવિટથી સંતુષ્ટ નથી. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. કોર્ટમાં હાજર આઇએમએ પ્રમુખે પોતાના ઈન્ટરવ્યુ પર સુપ્રીમ કોર્ટની બિનશરતી માફી માંગી હતી.
જસ્ટિસ કોહલીએ કહ્યું, ‘તમારી માફી માટે અમારી પાસે એટલું જ કહેવાનું છે, જે અમે પતંજલિ માટે કહ્યું હતું. આ કેસ કોર્ટમાં છે, જેમાં તમે પક્ષકાર છો. તમારા વકીલો ટિપ્પણીઓને દૂર કરવા માટે કહી શક્યા હોત, પરંતુ તમે પ્રેસમાં ગયા. અમે બિલકુલ ખુશ નથી. અમે આટલી સરળતાથી માફ નહીં કરીએ. તેણે કહ્યું, ‘તમે અન્યો માટે કેવો દાખલો બેસાડો છો.’
કોર્ટે વધુમાં કહ્યું કે તમે આઇએમએ ના પ્રમુખ છો જેમાં ૩ લાખ ૫૦ હજાર ડોક્ટર્સ સભ્ય છે. તમે લોકો પર કેવા પ્રકારની છાપ છોડવા માંગો છો? તમે જાહેરમાં માફી કેમ ન માગી? તમે પેપરમાં માફીપત્ર કેમ ન છાપ્યું? તમે એક જવાબદાર વ્યક્તિ છો. તમારે જવાબ આપવો પડશે. તમે ૨ અઠવાડિયામાં કંઈ કર્યું નથી. ઇન્ટરવ્યુ પછી તમે શું કર્યું? અમે તમારી પાસેથી જાણવા માંગીએ છીએ. સુપ્રીમ કોર્ટે આઇએમએ પ્રમુખને કહ્યુંઃ અમને આ ખૂબ જ આઘાતજનક લાગ્યું. પેન્ડિંગ કેસમાં તમે શું કહ્યું, જ્યારે તમે તરફેણમાં હતા.
તમે દેશના નાગરિક છો. શું દેશના ન્યાયાધીશો તેમના ર્નિણયોની ટીકા સહન કરતા નથી? પણ આપણે કશું બોલતા નથી કારણ કે આપણામાં અહંકાર નથી. આઇએમએ પ્રમુખની માફી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કહ્યું- અમે સંતુષ્ટ નથી.
જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે પતંજલિ આયુર્વેદને પૂછ્યું કે જે દવાઓનું લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે તે દવાઓનું વેચાણ રોકવા અને તેને બજારમાંથી પાછી ખેંચવા માટે તેમના દ્વારા શું પગલાં લેવામાં આવ્યા છે. કોર્ટે પતંજલિને આ અંગે સોગંદનામું દાખલ કરવા જણાવ્યું હતું. પતંજલિ વતી જવાબ આપતા વકીલ બલબીર સિંહે કહ્યું કે અમે ઉત્પાદનોનું વેચાણ બંધ કરી દીધું છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ત્રણ સપ્તાહમાં જવાબ માંગ્યો છે.