Gujarat

અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા છાશ અને લાડવા- ગાઠિયાના પેકેટનું વિતરણ કરાયું

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા અવનવાર જીવદયાની પ્રવૃતિ કરવામાં આવતી હોય છે. ક્યારેક જરૂરીયોતમંદ લોકોને ભોજન આપવામાં આવે છે, તો ક્યારેક પક્ષીઓને ચણ નાખવામાં આવે છે. આવી જ રીતે આવી કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે તે અર્થે આજે 29 મે 2024ના રોજ એક સેવાકીય પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી.

લીલાબા ધીરૂભા ગોહિલ (આણંદપુર. તા. ગારિયાધાર) ની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના દીકરા દશરથસિંહ ધીરૂભા, અનિરુદ્ધસિંહ ધીરૂભા તથા દિગ્વિજયસિંહ જયેન્દ્રસિંહ ગોહિલના દાતા તરીકેના સહયોગથી અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ભાવનગરની લેપ્રસીકોલોનીમાં છાશ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

જેમાં 70 લીટર છાશ વિતરણ કરાઈ હતી. જેનો લાભ લેપ્રસી કોલોનીના 43 કુટુંબોના 185થી પણ વધુ વ્યક્તિઓને મેળવ્યો હતો. આ સાથે સાથે બુંદીના લાડવા અને ગાઠિયાના પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.