જામનગરના બર્ધનચોક વિસ્તારમાં ‘નો હોકીંગ ઝોન’ અને સર્વોચ્ચ અદાલતના આદેશનું પાલન કરાવવામાં મહાનગર પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે.
દર બે-ચાર-છ મહિને અહીંથી રસ્તા પરના લારી-પાથ ણાવાળાના દબાણો હટાવવાની કાર્યવાહી થાય છે, પણ એકાદ-બે દિવસમાં જ ત્યાં યથાવત પરિસ્થિતિ થઈ જાય છે.
બર્ધનચોકના પાથરણા વાળાના દબાણો સત્વરે દૂર કરવા તથા સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા હિન્દુ સેનાએ કમિશનર સમક્ષ રજુઆત કરી છે.

