Gujarat

ખંભાળિયા સેવા આનંદ ગ્રુપની જલસેવા આવકારદાયક, વંદે માતરમ ગ્રુપ દ્વારા કાર્યકરોને સન્માનિત કરાયાં

ખંભાળિયામાં વિનાયક સોસાયટી વિસ્તારમાં રેલવે ફાટક પાસે આવેલી બાપા સીતારામની મઢુલી ખાતે અહીંના સેવા આનંદ ગ્રુપ દ્વારા હાલ ઉનાળાના કપરા સમયમાં છેલ્લા સતત 8 વર્ષથી જલ સેવાની ખૂબ આવકારદાયક પ્રવૃતિ કરવામાં આવી રહી છે. જેમાં દાતાઓના સહયોગથી રોજ 3500થી 4000 લીટર ઠંડુ પાણી લોકોને પીવડાવવામાં આવે છે.

અહીં દરરોજ આશરે 8થી 10 હજાર લોકો ઠંડા પાણીનો લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત અહીં વાર-તહેવારે સરબત અને ઠંડી છાસ પણ આપવામાં આવે છે. આ સેવાકીય પ્રવૃત્તિ માટે દુલા મારાજ અને તેમની ટીમના સ્વયં સેવકો રામદેવસિંહ ગોહિલ, ગુમાનસિંહ જાડેજા, ભીખુભા જાડેજા, અમુભાઈ જોશી, વિજયનાથ ગોસાઈ, પ્રભુદાસ પુરોહિત, કનુભા જાડેજા (ભાતેલ), કનુભા જાડેજા (બારાવારા), હસુ ચોપડા, અશ્વિન નકુમ, રાજુભાઈ મઘુડીયા, હરીશ નકુમ, મનીષા પટેલ, મીનાબેન કણજારીયા, હેમીબેન મઘુડીયા, વગેરે સ્વયં સેવકો અવિરત રીતે સેવાઓ આપી રહ્યા છે.

અહીંના સેવાભાવી વંદે માતરમ ગ્રુપ દ્વારા દરેક સ્વયંસેવકોને અયોધ્યાની પ્રસાદી સ્વરૂપ ઉપરણા ઓઢાડીને તેઓને સન્માનિત કરી, આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. જેમાં વંદે માતરમ ગ્રુપના જીગ્નેશ પરમાર, ઇન્દ્રજીતસિંહ પરમાર, રાજુભાઈ વ્યાસ, માનભા જાડેજા, પિયુષ કણજારીયા, રાણા ગઢવી, અશોક કાનાણી, નિકુંજ વ્યાસ, હસુ ધોળકિયા, જનક સોનગરા, રાજુ ચાવડા, શૈલેષ જગતિયા, યોગીરાજસિંહ જાડેજા, હાર્દિકસિંહ જાડેજા, જયવંતસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહી સેવાને બિરદાવી હતી.