Gujarat

મહાકાલના દરબારમાં શ્રદ્ધાળુઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણ

જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિરમાં શ્રદ્ધાળુઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. આ મારપીટની ઘટના ભગવાન મહાકાલની શયન આરતી દરમિયાન પ્રવેશને લઈને થઈ હતી.

શંખ દ્વાર બંધ થયા બાદ થયો વિવાદ

પ્રાપ્ત માહિતી પ્રમાણે શંખ દ્વાર બંધ થયા બાદ શ્રદ્ધાળુઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે વિવાદ થઈ ગયો હતો. ત્યાર બાદ કેટલાક શ્રદ્ધાળુઓ અને સુરક્ષાકર્મીઓ વચ્ચે વિવાદ થયા બાદ મારપીટ થવા લાગી હતી. મંદિર વ્યવસ્થાપન સમિતિના અધિકારીઓએ આ મામલે તપાસ કરવાની વાત કહી છે. ઈન્ટરનેટ પર આ ઘટનાનો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.