રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ મહત્ત્વનો ર્નિણય
રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડને પગલે હવે રાજ્યમાં તંત્ર એલર્ટ થઈ ગયું છે ત્યારે જિલ્લાઓમાં તંત્રની અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરાયું છે અને ફાયર સેફટી અને ફાયર એનઓસી ન હોય એવા ઘણા એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે. ત્યારે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવસિર્ટી (વીએનએસજીયુ) એ એક મહત્ત્વનો ર્નિણય લીધો છે.
ફાયર સેફટી અને એનઓસીને લઈને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવસિર્ટી દ્વારા તેની સાથે સંલગ્ન કોલેજોને આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવસિર્ટી સંલગ્ન કોલેજો પાસે ફાયર સેફટી અને એનઓસી હોવી જરૂરી છે. જે કોલેજોમાં ફાયર સેફટી અને એનઓસી નહીં હોય, એ કોલેજોનું વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવસિર્ટી સાથે જોડાણ કરવાની રદ કરવાની ચીમકી આપવામાં આવી છે.
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવસિર્ટી દ્વારા તમામ સંલગ્ન કોલેજોને પરિપત્ર જાહેર કરીને કડક સૂચના આપી છે કે વીએનએસજીયુ સંલગ્ન કોલેજો પાસે ફાયર સેફટી અને એનઓસી હોવી જરૂરી છે. જે કોલેજોમાં ફાયર સેફટી અને એનઓસી ન હોય તો તેનું વીએનએસજીયુ સાથે જોડાણ કરવાની રદ કરવાની ચીમકી આપી છે. યુનિવસિર્ટીની તપાસમાં ફાયર સેફટી અને એનઓસી અંગે કોઈપણ ક્ષતિ જણાશે, તો યુનિવસિર્ટી દ્વારા કોલેજોનું જોડાણ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવસિર્ટી દ્વારા લેવામાં આવેલ પગલા ઉપર જણાવતા વાઈસ ચાન્સેલર ડૉ. કિશોર ચાવડાએ આ અંગે જણાવ્યું કે રાજકોટ અગ્નિકાંડ પછી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવસિર્ટીએ સંલગ્ન ૩૦૦ કોલેજોને ફાયર સેફટી અને એનઓસી ની માહિતી આપવા અંગે પરિપત્ર જારી કર્યો છે. એ માહિતીને આધારે જે કોલેજો પાસે ફાયર સેફટીની એનઓસી નહીં હોય, તે કોલેજોને અત્યારના શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ની પ્રવેશ કાર્યવાહીથી તેમને દૂર રાખવામાં આવશે.
આવેલી માહિતીના આધારે અમારી ટેકનીકલ ટીમ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, એના આધારે આગામી બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં ર્નિણય લેવામાં આવશે. રાજ્ય સરકારે તમામ કોલેજોને પરિપત્ર જારી કરી દીધા છે કે જે કોલેજો ફાયર સેફટીની એનઓસી લેવામાં નિષ્ફળ જાય, રાજ્ય સરકાર જ એ કોલેજોનું જોડાણ રદ્દ કરવાની કાર્યવાહી શરૂ કરી નાખશે. વધુમાં તેમણે કહ્યું હતું કે સરકારે એનઓસી લેવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
જો કોલેજો સાથેનું જોડાણ રદ્દ કરી દેવામાં આવ્યું તો વિદ્યાર્થીઓને આ પગલાની કોઈ અસર થશે કે કેમ એ અંગે વાઈસ ચાન્સેલરે જણાવ્યું કે જે કોલેજો પાસે બેઠક ઉપલબ્ધ હશે અથવા વધારાની બેઠકો ફાળવીને પણ પ્રવેશ કાર્યવાહીમાં વિદ્યાર્થીઓને ભણતર બાબતે કોઈ પણ પ્રકારનું તકલીફ નહિ પડે.

