Gujarat

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પૂર્વ પ્રમુખ ભુલાભાઈ ચૌધરીનું દુઃખદ અવસાન

               સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પૂર્વ પ્રમુખ ભુલાભાઈ ચૌધરીનું આજરોજ દુઃખદ અવસાન થતાં જિલ્લાનાં શિક્ષણ આલમમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
               ખૂબજ સરળ, સૌમ્ય તથા મળતાવડા સ્વભાવનાં મૃદુભાષી એવાં સ્વ.ભુલાભાઈનાં આત્માની શાંતિ અર્થે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી તથા જિલ્લા સંઘનાં હોદ્દેદારો ઉપરાંત તમામ તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ-મંત્રીઓએ ઊંડા શોક સાથે હૃદયપૂર્વક પ્રભુ પ્રાર્થના કરી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.