Gujarat

રેલ્વે સ્ટેશન સામે જ ધમધમતા દેશી દારૂનો અડ્ડો : રાજકોટ જીલ્લા પોલીસ વડા ઉપલેટામાં ક્યારે આવશે ? 
ઉપલેટા શહેરમાં સ્મશાન રોડ ઉપર મચ્છુમાંના મંદિર સામે ખુલ્લેઆમ દેશી દારૂનો ધંધો ધમધમતો હોવાની ફરિયાદો શાંત પ્રજામાં ઉઠી છે.
 લાગતું વળગતું પોલીસ તંત્ર આ બધું જાણતું હોવા છતાં કોઈ પગલાં ભરતું  ન હોવાના આક્ષેપો થયા છે. સૌથી દુઃખની વાત તો એ છે કે દેશી દારૂ સાથે ગાંજો અને ચરસનો પણ કાળો કાળો બહાર ચાલી રહ્યો હોવાના જાણકારોના આક્ષેપો છે ત્યારે જોવાનું એ રહ્યું કે સ્થાનિક પોલીસ તંત્ર સ્મશાન રોડ પર ચાલતા દેશી દારૂના કારોબારને બંધ કરાવશે કે દારૂના બુટલેગરો સાથે મિલી ભગત કરીને બુટલેગરો સામે આખા કામ કરશે તે સમયે જ બતાવશે.
વિગતો એવી મળી રહી છે કે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં પંજાબી હોલ સ્મશાન રોડ ઉપર મચ્છુમાંના મંદિર સામે અમુક બુટલેગરો ખુલ્લેઆમ દેશી દારૂ તેમજ ગાંજો અને ચરસ નો કાળો કારોબાર ચલાવી રહ્યા છે. શહેરમાં રેલ્વે સ્ટેશનની સામે જ ખુલ્લેઆમ દેશી દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે.
 જાણકારો કહે છે કે બહારગામથી અહીં આવતા શરાબીઓને દેશી કે વિલાયતી દારૂ ક્યાંય શોધવા જવું પડે તેમ નથી કારણકે રેલવે સ્ટેશનના પગથિયા ઉતરતા જ બરાબર સામે જ દેશી દારૂનો જમી રહ્યો છે. શહેર બહારના વ્યક્તિઓ જ્યારે ઉપલેટામાં આવે છે ત્યારે આશ્ચર્ય અનુભવે છે કારણ કે સ્થાનિક પોલીસ તંત્ર સાથે મિલી ભગત હોય તો જ આવી રીતે ખુલ્લેઆમ દેશી દારૂનો ધંધો થઈ શકે તેવું જાગૃત લોકોનું કહેવું છે.
જાણકારો એવી પણ માહિતી આપી રહ્યા છે કે ઉપલેટા શહેરમાં ભવાનીનગરમાં પણ ખુલ્લેઆમ દેશી દારૂ ના હાટડા ચાલુ છે. આ બધી જગ્યાએ દેશી દારૂ જોઈએ તેટલો મળી જતો હોય રોજ અનેક યુવા ધન દેશી દારૂની બદીમાં બરબાદ થઈ રહ્યું છે.  જાગૃત લોકોનો  આક્ષેપ છે કે ઉપલેટા શહેરમાં અનેક જગ્યાએ ચાલતા દેશી દારૂના ધંધા બંધ કરવા અગાઉ અનેક વખત સ્થાનિક પોલીસને રજૂઆત કરવામાં આવી છે.
 પણ પોલીસ તંત્ર બુટલેગરો સાથે જાણે આર્થિક વહીવટથી બંધાઈ ગયું હોય તેમ પોલીસ બુટલેગરો ઉપર દારૂના દરોડા પાડી શકતી નથી.  આ બાબતે જે હોય તે પરંતુ રાજકોટ જિલ્લા પોલીસ વડાએ પોલીસ તંત્રની એસઓજી અને એલસીબી  જેવી પાંખો દ્વારા ઉપલેટા શહેરમાં દેશી દારૂના ધંધા ઉપર દરોડા  પાડવા જોઈએ તેવું જાગૃત લોકો કહે છે.
બોક્સ
દારૂના બુટલેગરોની પોલીસને ખુલ્લી ચેલેન્જ રોક શકો તો રોક લો
ઉપલેટા શહેરમાં ઠેક ઠેકાણે વેચાતા દેશી દારૂના અડ્ડા કેમેરામાં કેદ કર્યા બાદ એવું સાબિત થઈ રહ્યું છે કે દારૂના બુટલેગરો સ્થાનિક પોલીસ તંત્રને રીતસરની ચેલેન્જ આપી રહ્યા છે અને મનોમન બોલી રહ્યા છે કે રોક શકો તો રોક લો. આ બાબતે જાગૃત લોકોનું કહેવું છે કે સ્થાનિક પોલીસ તંત્રને નિયમિત દેશી દારૂના બુટલેગરો હપ્તા પહોંચાડતા હોવાથી પોલીસ દેશી દારૂના અડ્ડા પર દરોડા પાડી શકતી નથી. હવે આ વાતને રાજકોટ જિલ્લા પોલીસ વડાએ તપાસવી જોઈએ તેવી જાગૃત લોકોમાં માંગ થઈ છે