ઉના તાલુકાના દરિયાઈ કાંઠા વિસ્તારમાં વન વિભાગ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી
તા.05 મી જૂન 2024 વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી નિમિતે પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી આપણી ભૂમિ આપણું ભવિષ્ય જમીનનું પુનઃસ્થાપન, રણીકરણ અને દુષ્કાળની સ્થિતિસ્થાપકતા ઉદ્દેશ્ય સાથે ઉના તાલુકાના દરિયા કાંઠા વિસ્તારોમાં વન વિભાગ દ્વારા સ્વછતા અભિયાનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં વન વિભાગનું સ્ટાફ સેવાભાવી યુવાનો જોડાયા હતા.

ઉના તાલુકાનાં દરિયાઈ કાંઠા વિસ્તારોમાં આવેલ નાલિયા માંડવી બીચ થી નાલીયા માંડવી જંગલ વિસ્તારના બીચ પર ગીર પૂર્વ વન વિભાગના જસાધાર રેન્જ ફોરેસ્ટ સ્ટાફ, વનમિત્ર, તથા સ્વંયમ સેવક સહિત 100 થી વધુ લોકો દ્ધારા જ્યા ત્યાં પડેલો પ્લાસ્ટિક કચરો વીણી એકઠો કરવામાં આવ્યો હતો. અને તમામ કચરા ને વાહનમાં ભરી લઈ જઈ નાશ કરવામાં આવ્યો હતો. આમ વન વિભાગ દ્વારા સ્વછતા અભિયાનની કામગીરી કરવામાં આવી હતી