Gujarat

ઓડિશાના સીએમ, બીજું જનતા દળના પ્રમુખ નવીન પટનાયકે આપ્યું રાજીનામું

નવીન પટનાયકના બીજુ જનતા દળને ઓડિશામાં યોજાયેલી વિધાનસભા અને લોકસભા ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં થયેલા વિધાનસભા ચૂંટણીમાં બહુમત હાંસલ કરી લીધી છે.

આ સાથે જ ભાજપે રાજ્યની મોટાભાગની લોકસભા બેઠકો પણ જીતી લીધી છે. આ હાર બાદ હવે ઓડિશાના સીએમ અને બીજું જનતા દળના પ્રમુખ નવીન પટનાયકે રાજીનામું આપી દીધું છે.

તેઓએ રાજધાની ભુવનેશ્વરમાં રાજભવન ખાતે રાજ્યપાલ રઘુબર દાસને મળ્યા હતા અને રાજીનામું આપ્યું હતું. સૌથી મહત્વની બાબતે ધ્યાને આવે છે કે, નવીન પટનાયક છેલ્લા ૨૪ વર્ષમાં એક પણ ચૂંટણી હાર્યા નથી.

જો કે આ વખતે તેમને તેમની વિધાનસભા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્‌યો હતો. નવીન પટનાયકે ઓડિશાની હિંજલી અને કાંતાબાજી સીટ પરથી ચૂંટણી લડી હતી. તેમણે હિંજલી બેઠક જીતી હતી. પરંતુ ભાજપના લક્ષ્મણ બેગે તેમણે કાંતાબાંજી બેઠક પર હરાવ્યા હતા.