લોકસભા ચૂંટણીમાં NDAની જીત બાદ નરેન્દ્ર મોદી 8મી જૂને સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર આ સમારોહ માટે ભારતના પડોશી દેશોના નેતાઓને આમંત્રણ મોકલવામાં આવશે.
જેમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, નેપાળના પીએમ પ્રચંડ અને મોરેશિયસ અને ભૂટાનના નેતાઓનો સામેલ થશે. શ્રીલંકાના રાષ્ટ્રપતિના મીડિયા વિભાગે પણ આ વાતની પુષ્ટિ કરી છે.

