Gujarat

યુપીના ગાઝિયાબાદમાં એસીમાં બ્લાસ્ટ, મોટી દુર્ઘટના ટળી

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં સૌથી પોશ વિસ્તાર ગણાતા વસુંધરાના સેક્ટર-૧માં એક સોસાયટીના મકાનમાં એસીમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો જેના કારણે બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.

આગ એટલી બધી પ્રચંડ હતી કે બે માળ આગની ચપેટમાં આવી ગયા હતા. ફાયર બ્રિગેડની ૩ થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ભારે જેહમત બાદ આગને કાબુમાં લીધી હતી. સુરક્ષાના કારણોસર એલપીજી કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું હતું. આ ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. જો કે આ ઘટના ની જાણ થતાજ પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી.