Gujarat

જામનગર જિલ્લાના 13 પોલીસ કર્મીચારીને પ્રમોશન અપાયા

જામનગર જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવા 13 પોલીસ કર્મચારીને જિલ્લા પોલીસ વડા દ્વારા બઢતી અપાઇ છે જેમાં સાત હેડ કોન્સટેબલને એએસઆઇ તરીકે અને છ કોન્સટેબલને હેડ કોન્સટેબલ પદે પ્રમોશન અપાયુ છે. જેના પગલે પોલીસ બેડામાં આનંદની લાગણી છવાઇ છે.

જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા લોકસભા સામાન્ય ચુંટણી અંતર્ગત આચારસંહિતા પુર્ણ થતા જ વિવિધ સંવર્ગના 13 પોલીસ કર્મચારીને બઢતીના હુકમ કરવામાં આવ્યા છે.જેમાં હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા પ્રભાતસિંહ ગંભીરસિંહ જાડેજા(પોલીસ હેડ કવાર્ટર), શરદકુમાર દેવજીભાઇ પરમાર (સીટી બી), કમલભાઇ કિશોરભાઇ માધણ( બેડી મરીન), મહાવિરસિંહ રાસુભા જાડેજા( એલઆઇબી), ગિરરીરાજસિંહ ઇન્દ્રવિજયસિંહ જેઠવા(કાલાવડ ગ્રામ્ય), વનરાજસિંહ બટુકભા ચાવડા(પોલીસ હેડ કવાર્ટર) અને ભગીરથસિંહ વાઘુભા જાડેજા (પોલીસ હેડ કવાર્ટર)ને એએસઆઇ તરીકે બઢતી આપવામાં આવી છે.

જયારે પોલીસ કોન્સટેબલ વસંતભાઇ હરીલાલ કણઝારીયા(નાયબ પોલીસ અધિક્ષક કચેરી-ગ્રામ્ય), હિરેનકુમાર માંડાભાઇ ગાગીયા(સીટી બી), ગોપાલભાઇ રામજીભાઇ ચાવડા(કાલાવડ ગ્રામ્ય), રંજના જીવાભાઇ વાઘ(સાયબર ક્રાઇમ),જયેન્દ્રસિંહ દિલીપસિંહ ચુડાસમા( સીટી એ) અને માલદેવસિંહ ભરતસિંહ ઝાલા (કાલાવડ ગ્રામ્ય)ને હેડ કોન્સટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે.આ બઢતીના આદેશના પગલે પોલીસ બેડામાં આનંદની લાગણી છવાઇ છે.