જામનગરમાં રસીકરણ વધુ મજબૂત બનાવવા મનપા અને વિશ્વ આરોગ્ય સંસ્થાની ટીમ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં રસીકરણની કામગીરીના માઇક્રોપ્લાનીંગની સમીક્ષા કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાના અર્બત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર અને વિશ્વ આરોગ્ય સંસ્થાની ટીમ વચ્ચે શહેરમાં રસીકરણ વધુ મજબૂત બનાવવા ખાસ બેઠક યોજાઇ હતી. જેમાં ડબલ્યુએચઓની ટીમે કામગીરીનું અવલોકન કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસની તૈયારી અને આયોજન પર ભાર મૂકી રસીકરણની કામગીરી વધુ પ્રભાવશાળી રીતે થાય તે માટે સૂચનો કર્યા હતાં.
રસીકરણના સ્તરને વધુ મજબૂત બનાવવા અને વધુ જોખમ વાળા વિસ્તારોમાં આરોગ્ય સેવાની પહોંચ વધારવા માટેની વ્યવસ્થાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકનો હેતુ બાળકોને વધુ રસીકરણ કરવું જેથી તેઓ વિવિધ રોગથી બચી શકે તે હતો.