Gujarat

20 વર્ષમાં દૂઘરેજ પુલ ડેમેજ : 3 વર્ષમાં ત્રીજુ ગાબડું

સુરેન્દ્રનગ -ધ્રાંગધાને જોડતો એક માત્ર પુલ દુધરેજ કેનાલ પર આવેલો છે.જે અંદાજે 20 વર્ષ પહેલા બનાવાયો હતો.આ પુલ ગત જાન્યુઆરી 2022માં અને માર્ચમાં 2023 ગાબડુ પડતા તંત્રએ થીગડા મારી કામ કર્યાનો સંતોષ માની લીધો હતો.ત્યારે આ પુલ પર ફરીથી ખાડાઓ પડતા નીચે કેનાલ દેખાવા લાગી છે.ત્યારે આ પુલ રીપેર કરવા અથવા નવો બનાવવા લોકમાંગ ઉઠી છે.

સુરેન્દ્રનગર શહેરની દૂધરેજ કેનાલ ઉપર 20 વર્ષ જુનો કચ્છ, ધાંગધ્રા અને પાટડી ગામ તરફ જવા માટે એક માત્ર આ પુલ આવેલો છે. આ પુલ ઉપર વર્ષ 2022ના જાન્યુઆરી 24ના રોજ છ ફુટનું ગાબડુ પડી ગયુ હતુ.જેને લઇ અકસ્માતનો ભય સર્જાવાની ભીતી સર્જાતા લોકોમાં રોષ ફેલાયો હતો.ત્યારે તંત્રમાં દોડધામ મચતા થીગડા મારી સંતોષ માની લીધો હતો.

જ્યારે વર્ષ 2023માં માર્ચ 30ના રોજ પણ ગાબડુ પડતા તંત્રએ થીગડા માર્યા હતા.ત્યારે શુક્રવારે અહીં ફરી પુલ પર નાના મોટા ખાડા પડતા કેનાલ નીચે દેખાઇ રહી છે.આથી ભયના ઓથાર વચ્ચે વાહનચાલકોને પસાર થવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ધાંગધ્રા પાટડી તરફ જવા માટે માત્ર એક ઓવર બ્રિજ શહેરી વિસ્તારમાંથી નીકળતો હોય અને તેના ઉપર જ ગાબડું પડી જતા ભયના ઓથાર વચ્ચે લોકો પસાર થવા મજબૂર બની રહ્યાછે.આ પુલ બન્યાને વર્ષો થઈ ગયા ત્યારબાદ તેની જાળવણીના નામે માત્ર થીગડા મારવામાં આવે છે.