Gujarat

અંગદાન જાગૃતિ અંતર્ગત યોજાયેલ સાયકલોથોનમાં ભાગ લઈ ડૉ. ધર્મેશ પટેલ સંદેશવાહક બન્યા

               સુરત ખાતે અંગદાન પ્રતિ જાગૃતતા ફેલાવવા માટે સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સુરતનાં મેયર સહિત મોટી સંખ્યામાં સાયકલીસ્ટો ઉપસ્થિત રહ્યાં હતાં.   સદર ઈવેન્ટમાં ઓલપાડ તાલુકાનાં ભાંડુત ગામનાં વતની ડૉ. ધર્મેશ પટેલ પણ સહર્ષ ભાગ લઈ અંગદાન જાગૃતિનાં સંદેશવાહક બન્યાં હતાં. 20 કિલોમીટરનાં નિર્ધારિત અંતરનું સાયકલિંગ કરીને તેમણે ઉપસ્થિત મહાનુભવોની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ સાથે તેમણે આવનારી પેઢીને અંગદાન માટે યથાયોગ્ય જાગૃતિ ફેલાવવા અનુરોધ કર્યો હતો.