Gujarat

છોટાઉદેપુર જિલ્લાના 42 ગામ વણકર સમાજ દ્વારા 100 તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું

છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ ગામે ડોન બોસ્કો હાઇસ્કૂલ ખાતે 42 ગામ વણકર સમાજ સન્માન સમારોહ સમિતિ દ્વારા આયોજિત તૃતીય વાર્ષિક વિદ્યાર્થી સન્માન સમારોહ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12 (સાયન્સ, આર્ટ્સ, કોમર્સ)ના 100 જેટલા તેજસ્વી તારલાઓ તથા રમતગમત ક્ષેત્રે, કલા ક્ષેત્રે જિલ્લા અને રાજ્યકક્ષામાં સિદ્ધિ મેળવેલ 13 જેટલા રમતવીર અને કલાકારો તથા MBBS, MD પદવી મેળવેલ ડોક્ટર્સ, સરકારી વિભાગમાં સેવા આપીને નોકરીમાંથી 58 વર્ષે વયનિવૃત થયેલ કર્મચારી વડીલો તથા સમાજના સરકારી નવી નોકરી મેળવનાર નવયુવાન મિત્રો અને વણકર સમાજનો વારસો જાળવી રાખનાર હાલમાં વણાટ કામ કરતા વડીલો આમ કુલ 138 જેટલા સમાજના તેજસ્વી તારલાઓનું આયોજક સમિતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સમાજના વડીલો, અગ્રણીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો, યુવાનો મિત્રો અને બાળકો હાજર રહીને તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત
 કર્યા હતા.