પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર તાલુકા ની અંદર બે અલગ અલગ જગ્યા ઉપર રીંછ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બનાવની વાત કરીએ તો છોટાઉદેપુર તાલુકાના વાગલવાડા ગામે મહિલા ઉપર હુમલો કર્યો હતો. ખેતરમાં કામ કરતી મહિલા પુડળીબેન ગુલજીભાઈ રાઠવા જેઓની ઉંમર વર્ષ 65 વર્ષ જેટલી થાય છે. જેઓને રીંછે હુમલો કર્યો હતો.
તેમને સારવાર માટે છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ છોટાઉદેપુર તાલુકાના ચીલીયાવાંટ ગામે પણ રીંછે હુમલો કર્યો હતો.ચીલીયાવાંટ સ્નાન કરી રહેલા આધેડને રીંછે બચકું ભર્યું હતું. ચીલીયાવાંટ ગામના ખુરસીંગભાઇ રાઠવા નામના વ્યક્તિને પગમાં બચકું ભરતા તેઓને સારવાર માટે છોટાઉદેપુર ની જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યારે છોટાઉદેપુર તાલુકામાં એક જ દિવસની અંદર બે જગ્યા ઉપર રીંછે હુમલો કર્યાની ઘટના બની હતી.

