Gujarat

ન્યુ સર્વોદય કોપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ દ્વારા રંગેચંગે વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તેજસ્વી તારલાઓ અને નિયમીત સભાસદોને સન્માનિત કરવામાં આવ્યા હતા

      છોટાઉદેપુર સ્થિત ન્યુ સર્વોદય કોપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ તેના સફળતાપૂર્વક પંદર વર્ષ પૂર્ણ કરી 16 માં વર્ષમાં પ્રવેશી છે. ત્યારે સોસાયટી કાર્યાલયના પટાંગણમાં વાર્ષિક મહોત્સવનું આયોજન કરાયું હતું.  જેમા તેજસ્વી તારલાઓને મહાનુભાવના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતાં.  ન્યુ સર્વોદય કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના પટાંગણમાં યોજાયેલ વાર્ષિક મહોત્સવનો પ્રારંભ દેશભક્તિના ગીત સાથે કરવામાં આવ્યું હતુ. જેમાં સ્વસ્તિક સભાસદોનું  મુનાફભાઈ આરબ દ્વારા સ્વાગત પ્રવચન કરી સૌનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સોસાયટીના કર્મચારીઓ દ્વારા ઉપસ્થિત મહાનુભવોને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સોસાયટીના સભાસદોના બાળકો કે જેઓએ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. તેવા તેજસ્વી તારલાઓને ઉપસ્થિત મહાનુભવોના હસ્તે પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપી પ્રોત્સાહિત  કરવામાં આવ્યા હતા. વાર્ષિક મહોત્સવમાં સોસાયટીના નિયમિત સભાસદોને પણ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સોસાયટીના સભાસદોએ પણ સોસાયટી પ્રત્યે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. સોસાયટી દ્વારા  ઉપસ્થિત સભાસદો સમક્ષ સોસાયટીની રૂપરેખા રજૂ કરી હતી. છોટાઉદેપુર તાલુકાના સુપ્રસિદ્ધ વાંસળી વાદક ભરતભાઈ ગ્રુપ દ્વારા ખૂબ જ સુંદર ગીત સંગીત દ્વારા દેશભક્તિ ગીતો થી વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધો હતો. સોસાયટીના વ્યવસ્થાપક મંડળના સભ્ય મનસુરભાઈ મલેક દ્વારા આભાર વિધિની સાથે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.