Gujarat

શ્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો

સરકાર લોકોની સેવા માટે પ્રતિબદ્ધ, કેબિનેટનો પ્રથમ ર્નિણય ગરીબોને સમપિર્તઃ શ્રી વૈષ્ણવ

શ્રી અશ્વિની વૈષ્ણવે અહીં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો. આ પ્રસંગે વાત કરતા શ્રી વૈષ્ણવે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર ગરીબોના ઉત્થાન માટે સમપિર્ત છે. પ્રધાનમંત્રીએ ૩ કરોડ ગ્રામીણ અને શહેરી મકાનોના નિર્માણ માટેના કેબિનેટના ર્નિણયને પુનરાવતિર્ત કર્યો અને કહ્યું કે સરકારના પ્રથમ દિવસે કેબિનેટનો પ્રથમ ર્નિણય ગરીબોના સશક્તિકરણને સમપિર્ત છે. તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર દેશની જનતાની સેવા કરતી રહેશે.

મંત્રીશ્રી એ માહિતી અને પ્રસારણ મંત્રી તરીકે સેવા આપવાની તક આપવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો. શ્રી વૈષ્ણવનું સ્વાગત સચિવ શ્રી સંજય જાજુ અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને મંત્રાલય હેઠળના મીડિયા એકમો દ્વારા કરવામાં આવ્યું હતું.