ઝોઝ પોલીસ સ્ટેશન દ્વારા ઓઝડી ગામે આર.સી.સી રોડ પાસે વળાંક ઉપરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ના પ્લાસ્ટીકના ક્વાટરીયા કિ.રૂ.૬૪,૮૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ ઇક્કો ગાડીની કિ.રૂ.૩,૦૦,૦૦૦/-તથા મોબાઇલ નંગ-૦૨ કિં.રૂ.૭,૫૦૦/-મળી કુલ કીંમત રૂપિયા.૩,૭૨૯૩૦/- નો મુદ્દામાલ સાથે ૦૧ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો.
આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવુતી નેસ્ત નાબૂદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જિલ્લાના તમામ થાણા અમલદાર નાઓને પ્રોહીની પ્રવૃતિ/હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે આધારે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર વિભાગ છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ આર.એમ.વસાવા પોલીસ ઇન્સ્પકેટર ઝોઝ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના પોલીસ માણસો સાથે ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી હકીકત આધારે મોજે ઓઝડી ગામે આર.સી.સે રોડ ઉપર આવેલ વાળાંક પાસે એક સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની ઇક્કો ગાડી જેનો રજી.નં.GJ-06-PF-1480 નો ચાલક (૧) જયદીપકુમાર ઉર્ફે જયલો ઉર્ફે જેક્કી જીવણભાઇ ગામીત ઉ.વ.૩૮ ધંધો.ડ્રાઇવિંગ રહે.બી-૮૯ જલારામ નગર સોસાયટી, એમ.એમ.વ્હોરા શો રૂમની નજીક, ડભોઇ રોડ વડોદરા નાઓ પોતાના કબજાની ફોર વ્હિલ મારૂતી સુઝુકી કંપનીની ઇક્કો ગાડીમાં ગે.કા રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરી પ્લાસ્ટિકના કવાટરીયા નંગ-૪૮૦ કુલ કિ.રૂ. ૬૪,૮૦૦/- તથા ફોર વ્હિલ ગાડીની કિ.રૂ.૩,૦૦૦૦૦/- ગણી લઈ તથા મોબાઈલ નંગ-૨ કિ.૭,૫૦૦/- તથા રોકડા રૂ.૬૩૦/- મળી કુલ કિ.રૂ.૩,૭૨૯૩૦/- નો મુદામાલ સાથે આરોપી પ્રોહી મુદામાલની હેરાફેરી દરમ્યાન પકડાઈ જઈ તથા આરોપી નંબર (૨) મયુરસીંહ ઉર્ફે ભુરો ગોહીલ રહે.પંચવટી ગોરવા, વડોદરા જેના પુરા નામની ખબર નથી તે તેના ભાઈની ઈક્કો ગાડી આપી પ્રોહી મુદ્દામાલ ભરાવી-મંગાવી તથા (૩) સફેદ કલરની એક્ટીવા લઈ આવી ઇક્કો ગાડીમાં દારૂ ભરી આપનાર અજાણ્યો ઇસમ જેના નામ સરનામાની ખબર નથી તેઓ પ્રોહી મુદામાલ ભરી આપી. એકબીજાની મદદ ગારી કરી આરોપી નંબર (૧) સ્થળ પરથી પકડાઈ જઈ તથા આરોપી નંબર (૨) (૩) નાઓ હાજર નહી મળી આવી હોય ગુનો કરેલ હોય આરોપીઓ વિરુધ્ધ કાયદેશરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

