Gujarat

છોટાઉદેપુરના નાલેજ પીપલેજ  અને હરવાંટ ગામે સિંચાઈ યોજના અંતર્ગત તળાવનું કામ ચાલી રહ્યું છે. જે કામની મુલાકાત લઈને  નિરીક્ષણ ઘારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા એ કર્યું હતું

છોટાઉદેપુર તાલુકાના નાલેજ પીપલેજ અને હરવાંટ  ગામે સિંચાઇ યોજના અંતર્ગત તળાવના નવીનીકરણ માટે કામ ચાલી રહ્યું છે. જે કામગીરીની મુલાકાત લઈને ઘારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા એ નિરીક્ષણ કર્યું હતું. છોટાઉદેપુર વિસ્તારના વિકાસ માટે હર હંમેશ તત્પર એવા છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને નવનિયુક્ત લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા જિલ્લામાં  વિકાસ વધુ કઈ રીતે કરી શકાય તે અંગે હંમેશા તત્પર રહે છે.
છોટાઉદેપુર જિલ્લાના ત્રણેય ધારાસભ્યોની રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ તળાવના નવીનીકરણ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જે અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના નાલેજ પીપલેજ અને હરવાંટ ગામે સિંચાઈ તળાવની કામગીરી ચાલી રહી છે. જેમાં છોટાઉદેપુરના નાલેજમાં 2.78 કરોડના ખર્ચે કામગીરી ચાલી રહી છે.
જ્યારે
હરવાંટ ગામે 1.32 કરોડના ખર્ચે કામગીરી ચાલી રહી છે. આ સિંચાઈ તળાવથી મોટી અમરોલ અને હરવાંટ જેવા લગભગ 400 હેકટર ઉપરાંતની જમીનોને આવનારા દિવસોમાં આ તળાવ થી સિંચાઈ નો લાભ મળવાનો છે. એજ રીતે નાલેજ પીપલેજ માં સિંચાઈ નો લાભ મળવાનો છે.
જ્યારે છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, કાર્યપાલક એન્જિનિયર પંચાયત સિંચાઇ વિભાગના અમિત મિશ્રા, નાયબ કાર્યપાલક એન્જિનિયર હરીશ પટેલ,SO પુરવલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય અને સાંસદ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓએ બંને તળાવોની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. સાથે અધિકારીઓને જરૂરી સૂચનો પણ કર્યા હતા.આ વિસ્તારના ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. જેને લઈને વિસ્તારના ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે.