Haryana

યુવાઓના મંથનનુબન્યું પરીણામલક્ષી … અમરેલી જિલ્લા આહિર કર્મચારી મંડળ ની રચના કરાઈ 

પ્રમુખ ભરત ડેર, ઉપ પ્રમુખ – કિરીટ જોટવા, હિમાંશુ કાલસરીયા, મહામંત્રી દિપક કોઠીવાળ અને જંડુર વાઘની કરાઈ વરણી

શિક્ષિત અને જાગૃત સમાજની પહેલ માટે યુવાઓને માર્ગદર્શન આપી સમાજ ઉપયોગી કામગીરીને અપાશે પ્રાધાન્ય
સરકારના વિભાગોમાં યુવાઓ ને જોડવા,આગામી સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગોનુ આયોજન..
સમગ્ર રાજ્યમાં વિવિધ સમાજના કર્મચારીઓ પોતાની ફરજ સરકારી, અર્ધ સરકારી, સહકારી, ખાનગી વિભાગોમાં કાયમી કે કોન્ટ્રાકટ બેઇઝ પોતાની ફરજ બજાવે છે ત્યારે પોતાની વિશિષ્ટ આવડત, જ્ઞાન નો લાભ સમગ્ર સમાજને પ્રાપ્ત થાય અને સમગ્ર સમાજને સંગઠિત કરી વિકાસના ભાગીદાર બનાવી શકાય સાથે સરકારના વિવિધ વિભાગો માં નોકરી કે અન્ય કામકાજ માટે સચોટ માર્ગદર્શન પ્રાપ્ત થાય તેવા ઉમદા હેતુથી અમરેલી જિલ્લા માં ફરજ બજાવતા આહિર સમાજના કર્મચારીઓના સંગઠનની રચના કરવામાં આવી છે.
અમરેલી સ્થિત કડવા પટેલ સમાજ વાડી માં અમરેલી જિલ્લા યુવા આહિર સમાજના નેજા નીચે ત્રિવિધ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ આ કાર્યક્રમ નો એક ભાગ આહિર કર્મચારી મંડળ ની રચના કરવાનો પણ હતો ત્યારે રાજકોટ જિલ્લા આહિર કર્મચારી મંડળના અને અમરેલી જિલ્લા ના આહિર સમાજના આગેવાનો અને ઉચ્ચ અધિકારીઓ ના માર્ગદર્શન નીચે અમરેલી જિલ્લા આહિર કર્મચારી મંડળની રચના કરવા માટે ઘણા સમયથી આહિર સમાજના અધિકારીઓ, આગેવાનો અને અન્ય જિલ્લાના આહિર કર્મચારી મંડળો સતત પ્રયત્નશીલ હતા. આ બાબતે મંથન ના અંતે અમરેલી જિલ્લા માં પણ અમરેલી જિલ્લા આહિર કર્મચારી મંડળની રચના કરવામાં આવી જેમા પ્રથમ વર્ષ ના પ્રમુખ તરીકે ભરતભાઈ ડેર ને સુકાન સોંપવામાં આવ્યુ છે ત્યારે સમગ્ર જિલ્લા ની ટીમ માં ઉપ પ્રમુખ તરીકે ડૉ. કિરીટ જોટવા અને હિમાંશુ કાલસરીયા, મહા મંત્રી તરીકે દીપકભાઈ કોઠીવાળ અને જંડુરભાઈ વાઘ, સહ મંત્રી તરીકે પરબતભાઇ પટાટ,જયસુખભાઈ શ્યોરા,ઉગાભાઈ બોદર, ખજાનચી હિતેષભાઇ સોરઠીયા અને પ્રફુલભાઇ કાતરીયા, સંગઠન મંત્રી તરીકે ભરતભાઇ પાડા,પ્રભાતભાઈ ગરૈયા અને ભરતભાઈ જીંજાળા,પ્રચાર મંત્રી તરીકે રામભાઈ બંધીયા અને રણધીર ભાઈ કોઠિવાળ જયારે મહિલા મંત્રી તરીકે ભાવિકાબેન ચુડાસમાની વરણી કરવામાં આવી છે.. તો સંગઠન ને વધુ કાર્યશીલ બનાવવા માટે વિભાગ વાઈઝ અને તાલુકા વાઈઝ પ્રભારીની નિમણૂકો પણ કરવામાં આવી છે.આ સમગ્ર વરણીને આહિર સમાજના પ્રમુખ જીતુભાઇ ડેર અને યુવા પ્રમુખ કમલેશભાઈ ગરણિયા સહીત તમામ રાજકીય, સામાજિક આગેવાનો અને અધિકારીઓ એ આવકારી હતી અને આવનાર સમયમાં શ્રેષ્ઠ સંગઠનલક્ષી કામગીરી સાથે સમાજ ઉપયોગી કાર્યો કરવા માટે અનુરોધ કર્યો હતો.